Ayushman Card: ભારત સરકાર તેના દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. જેમાં મોટાભાગની યોજનાઓ ગરીબો અને જરૂરિયાતમંદોને ધ્યાનમાં રાખીને લાવવામાં આવે છે. આવી જ એક યોજના કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2018માં શરૂ કરવામાં આવી હતી. આયુષ્માન ભારત યોજનાને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે.


આ યોજના માટે તમે ઓનલાઇન પ્રક્રિયા કરીને કાર્ડ (Ayushman Card Apply Online) મેળવી શકો છો


આ યોજના હેઠળ લાભાર્થી અને તેના પરિવારને 5 લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો આપવામાં આવે છે. આયોજિત સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં રૂ. 5 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે પૂરી પાડી શકાય છે. કયા દસ્તાવેજો વડે આયુષ્માન કાર્ડ બનાવી શકાય? ચાલો જાણીએ તેની સરળ ઓનલાઈન (online)  પદ્ધતિ કઈ છે.


લાભાર્થીની યાદીમાં નામ હોવું જરૂરી છે


આયુષ્માન ભારત યોજના વિશ્વની સૌથી મોટી તબીબી વીમા યોજના છે. યોજના હેઠળ લાભાર્થી અને તેના પરિવારને 5 લાખ રૂપિયા સુધીની સારવાર મફત આપવામાં આવે છે. આ યોજના માટે ફક્ત તે જ લોકો આયુષ્માન કાર્ડ બનાવી શકશે. જે લોકો આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓની યાદીમાં છે. જો તમારું નામ લાભાર્થીની યાદીમાં સામેલ નથી તો તમે આ યોજનાનો લાભ મેળવી શકશો નહીં.


આયુષ્માન કાર્ડ માટે ઓનલાઈન કેવી રીતે અરજી કરવી?


યોજના માટે અરજી કરવા માટે, તમારે સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ https://beneficiary.nha.gov.in/ પર જવું પડશે. આ પછી તમારે પોર્ટલ પર લોગીન કરવું પડશે. અહીં તમને કેટલીક અંગત માહિતી માટે પૂછવામાં આવશે. તે ભર્યા પછી, તમારે નીચેના સબમિટ વિકલ્પ પર ક્લિક કરવું પડશે. આ પછી, તમારા અને તમારા પરિવાર વિશેની માહિતી તમને ઉપલબ્ધ થશે.


ત્યારબાદ તમારે Apply Online for Ayushman Card ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. આ પછી તમારી સામે એક નવું પેજ ખુલશે. જ્યાં તમે અરજી ફોર્મ જોશો. જે તમારે સંપૂર્ણપણે ભરવાનું રહેશે. તમને કેટલાક દસ્તાવેજો અપલોડ કરવા માટે પણ કહેવામાં આવશે. ત્યાર બાદ આખરે OTP વેલિડેશન પૂર્ણ કરવાનું રહેશે. અંતે, સબમિટ વિકલ્પ પર ક્લિક કર્યા પછી, આયુષ્માન કાર્ડ માટેની તમારી અરજી પૂર્ણ થઈ જશે. કાર્ડ બની ગયા પછી, તમે તેને પ્રિન્ટ પણ કરી શકો છો.


આ દસ્તાવેજો જરૂરી છે


આયુષ્માન ભારત કાર્ડ બનાવવા માટે, તમારે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજોની જરૂર છે. જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, મતદાર આઈડી અથવા સરકાર દ્વારા જાહેર    કરાયેલ અન્ય કોઈપણ ઓળખ કાર્ડનો સમાવેશ થાય છે તે ઓળખ કાર્ડ સાથે કુટુંબ સંયુક્ત ID નો ઉપયોગ કરી શકાય છે.