Unseasonal Rain Forecast:વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાની આગાહી મુજબ આજે પણ રાજ્યમાં વરસાદનું અનુમાન છે. ખાસ કરીને રાજ્યના ત્રણ જિલ્લામાં આજે કમોસમી વરસાદની (Unseasonal Rain) હવામાન વિભાગની આગાહી છે. અમદાવાદ, આણંદ અને ખેડામાં હળવો વરસાદ વરસી શકે છે. ઉલ્લેખનિય છે કે,ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે ક્યાં પડશે વરસાદ
હવામાન વિભાગના (meteorological department) અનુમાન મુજ આજે કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ થાય તેવી સંભાવના છે.
17 મે એટલે કે કાલે ક્યાં પડશે વરસાદ
હવામાન વિભાગના (meteorological department)અનુમાન મુજબ 17 મે સુધી દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં સમાન્ય વરસાદ બપોર બાદ પડે તેવો અનુમાન છે.
જો કે રાજ્યમાં હાલ વરસાદી વાતાવરણ વચ્ચે ગરમીનો પ્રકોપ યથાવત.. 10 શહેરોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યુ છે. બે શહેરોમાં 43 ડિગ્રીથી વધુ તો ત્રણ શહેરોમાં 42 અને પાંચ શહેરોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે.બુધવારે કચ્છ-સૌરાષ્ટ્ર અગનવર્ષામાં શેકાયું છે. રાજકોટ અને સુરેન્દ્રનગરનમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રીને પાર થતા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો કચ્છ, પોરબંદર અને ભાવનગર બે દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પણ સામાન્ય કરતા બે ડિગ્રી તાપમાન વધ્યું છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 39.5 પહોંચ્યું છે. તો પાટનગર ગાંધીનગરમાં પણ મહત્તમ તાપમાન 39.2 ડિગ્રી નોંધાયું છે.
આ તારીખે કેરળમાં થશે ચોમાસાની એન્ટ્રી, હવામાન વિભાગે જણાવી તારીખ
ભારતીય હવામાન વિભાગ (IMD) એ બુધવારે (15 મે) જણાવ્યું કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું (Monsoon) 31 મેની આસપાસ કેરળમાં ત્રાટકે તેવી અપેક્ષા છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું (Monsoon) સામાન્ય રીતે 1 જૂને કેરળમાં પ્રવેશે છે. આ પછી તે સામાન્ય રીતે ઉત્તર તરફ આગળ વધે છે અને 15 જુલાઈની આસપાસ સમગ્ર દેશને આવરી લે છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, હવામાન વિભાગે જણાવ્યું હતું કે, "આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું (Monsoon) 31 મેના રોજ કેરળ પહોંચવાની ધારણા છે." હવામાન વિભાગનાં ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ બુધવારે કહ્યું, તે વહેલું નથી. આ સામાન્ય તારીખની નજીક છે કારણ કે કેરળમાં ચોમાસા (Monsoon)ની શરૂઆતની સામાન્ય તારીખ 1 જૂન છે."
ગયા મહિને, હવામાન વિભાગ (IMD) એ દક્ષિણ-પશ્ચિમ ચોમાસા (Monsoon)ની મોસમ દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદ (Rain)ની આગાહી કરી હતી જે જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલે છે. જૂન અને જુલાઈ એ કૃષિ માટે સૌથી મહત્વપૂર્ણ ચોમાસા (Monsoon)ના મહિના માનવામાં આવે છે કારણ કે આ સમયગાળા દરમિયાન ખરીફ પાકની મોટાભાગની વાવણી થાય છે.