Beauty tips: આપને જ્યારેથી ખ્યાલ આવે કે આપના ફેસ પર કરચલીઓ આવી રહી છે. તો ત્યારથી તેનો ઇલાજ શરૂ કરી દેવો જોઇએ. જો આપ તેનો ઇલાજ શોધશો તો ઘરેલુ અનેક નુસખા સામે આવશે. આપના રસોડામાં જ એવી અનેક સામગ્રી છે. જે કરચલીને દૂર કરવામાં કારગર છે. જાણીએ કયાં ઘરેલુ નુસખાથી ત્વચાની કરચલીઓ દૂર કરી શકાય.


કરચલીઓ દૂર કરવાનો કારગર ઉપાય



  • મુલતાની માટી અને ટામેટાંના પ્રયોગથી કરચલી દૂર કરી શકાય છે. મુલતાની માટીમાં, કાકડીનો રસ

  • ટામેટાંનો રસ, મધને મિક્સ કરો,આ પેસ્ટને ચહેરા પર લગાવો, અડધા કલાક બાદ ચહેરાને

  • ઠંડા પાણીથી સાફ કરી દો, સપ્તાહમાં આ પ્રયોગ 2 વખત કરો,ધીરે ધીરે કરચલીઓ દૂર થશે.


કેળાના પેસ્ટથી કરચલી દૂર કરો



  • કેળાંનું પેસ્ટ બનાવો,આ પેસ્ટને ચહેરા પર લગાવો,

  • સપ્તાહમાં 2 વાર કરો પ્રયોગ,

  • ત્વચા પર કસાવ આવશે


મિલ્ક પાવડર પણ કારગર



  • મિલ્ક પાવડરમાં મધ મિક્સ કરો,

  • આ પેસ્ટને ચહેરા પર લગાવો,કરચલીઓ ઓછી થઇ જશે અને ચહેરા પર ગ્લો આવશે.

  • સપ્તાહમાં 2 વાર આ પ્રયોગ કરો.


અંગુરના રસનો કરો પ્રયોગ



  • અંગુરનો રસ ચહેરા પર લગાવો,

  • 20 મિનિટ બાદ ચહેરાને ધોઇ લો,

  • સપ્તાહમાં 2 વખત ઉપયોગ કરો

  •  


નારિયેળ તેલનો ઘરેલું નુસખો



  • નારિયેળ, બદામ અને ઓલિવ ઓઇલને મિક્સ કરો,

  • આ ઓઇલના મિશ્રણથી ચહેરા પર મસાજ કરો

  • ચહેરા પરના રિન્કલ્સ દૂર થશે.


 


અનાનસનો રસ પ્રયોગ 



  • અનાનસ કરચલીને દૂર કરવામાં કારગર છે,

  • અનાનસના રસને ચહેરા પર લગાવો

  • ત્યારબાદ અડધા કલાક બાદ ચહેરાને ધોઇ લો.


 


કિવિનો પ્રયોગ



  • કિવિ સ્વાસ્થ્યવર્ધક હોવાથી સાથે સૌંદર્ય વર્ધક પણ છે

  •  વિટામિન-Cથી ભરપૂર છે. કિવિને પેસ્ટને ચહેરા પર લગાવો.

  • ફાઇન્સ લાઇનન્સથી છૂટકારો મળશે.