Not To Put In Freezer: ફ્રિજમાં ખાદ્યપદાર્થો અને અન્ય વસ્તુઓ રાખતી વખતે, જ્યારે ફ્રિજ ભરાઈ જાય છે, ત્યારે તમે બાકીની વસ્તુઓ ફ્રીઝરમાં રાખો છો, તે યોગ્ય નથી  પરંતુ શું તમે જાણો છો કે ફ્રીઝરમાં રાખવાથી કેટલાક ફૂડનો સ્વાદ ખરાબ થઇ જાય છે.


  રસોડામાં રાખવામાં આવેલ ફ્રિજ ફળો અને શાકભાજી માટે જ લાઇફ સેવર નથી આ ખાધ્ પદાર્થ આપણા પણા પણ લાઇફ સેવર છે.   જ્યારે પણ તીવ્ર ભૂખ લાગે છે, ત્યારે આપણે સૌ પ્રથમ આપણા ઘરનું ફ્રીજ ખોલીએ છીએ અને જોઈએ છીએ કે ત્યાં શું છે, જે ફટાફટ ભૂખ મટાડી શકે. ફ્રિજમાં ફૂડ સ્ટોર કરતી વખતે આપણે કેટલીક ભૂલો કરીએ છીએ અને કેટલીક એવી વસ્તુઓને ફ્રિજને બદલે ફ્રિજરમાં  સ્ટોર કરીએ છીએ, જે વાસ્તવમાં ફ્રીઝરથી બને તેટલી દૂર રાખવા  જોઈએ. જાણીએ ક્યાં ફૂડને ફ્રિઝરમાંથી દૂર રાખા જોઇએ.


શાકભાજી


કોઈપણ શાકભાજીને ફ્રિજરમાં  રાખવાનું ટાળો. કારણ કે આમ કરવાથી તેમના ફાઇબર અને ફ્લુઇડ  સંપૂર્ણપણે થીજી જાય છે અને જ્યારે તમે તેને બનાવવા માટે બહાર કાઢો છો, ત્યારે તેમાં લગભગ કાળા અને ગઠ્ઠા બની જાય છે અને તેનો સ્વાદ પણ બગડી જાય છે.


ચીજ


ચીઝને ક્યારેય ફ્રિઝરમાં  ન રાખવું જોઈએ. કારણ કે એકવાર તે બરફની ઇંટોની જેમ થીજી જાય છે, જ્યારે તમે તેનો ઉપયોગ કરશો ત્યારે તે  તેનો સ્વાદ  પણ બદલાયેલો લાગશે,


ક્રીમથી બનેલા સોર્સ


જ્યારે ફ્રિજમાં જગ્યા ઓછી થવા લાગે છે, ત્યારે આપણે સામાન્ય રીતે બોક્સમાં રાખેલા ખોરાકને ફ્રીઝરમાં અથવા તેની નીચેની ટ્રેમાં સંગ્રહિત કરવાનું શરૂ કરીએ છીએ. આવું કરવાની ભૂલ બિલકુલ ન કરો. જો ફ્રિજમાં વસ્તુઓ ન આવી શકે, તો તમારે તેને ફ્રિજ વગર રસોડામાં સ્ટોર કરવી વધુ યોગ્ય છે. ક્રિમ બેઇઝ્ડ સોસને પણ ફ્રિઝરમાં ન રાખવા જોઇએ, કારણ કે જ્યારે આપ એક વખત તેને ફ્રિજરમાં રાખો છો તો તે ફ્રોજન થઇને ક્રિમ સોસથી અલગ થઇ જાય છે અને તેનો સ્વાદ પણ ખરાબ થઇ જાય છે.


આ કૈનમાં થઇ શકે છે વિસ્ફોટ


ફ્રૂટ, જય્સૂ, કોક અન્ય ડ્રિન્કને  ક્રૈનના ફ્રિજરમાં રાખવાની કોઇ જરૂર નથી ખાસ તો જ્યારે તેને તોડ્યું ન હોય અને સીલ પેક હોય.જો તેનો સ્ટોર કરવી જોય તો ફ્રિજમાં જ સ્ટોર કરો નહિ તો રૂમ ટેમ્પરેચરમાં રાખો કારણ કે કોક કે આ પ્રકારની અન્ય સોફ્ટ ડ્રિન્કમાં જે પ્રિઝર્વેટિંવ્સનો ઉપયોગ થાય છે. તેને ફ્રિઝરમાં રાખવાથી ટીનમાં વિસ્ફોટ પણ થઇ શકે છે.  એટલા માટે તેને માત્ર ફ્રિજમાં રાખવા જ યોગ્ય છે.


Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.