સુરતઃ ભટારની શાંતિવન મિલમાં દુર્ઘટના ઘટી છે. જેમાં એકનું મોત નીપજ્યું છે. જ્યારે 8 લોકો ઘવાયા છે. ઇજાગ્રસ્ત તમામની કમર તૂટી ગઈ છે ને પગમાં ફેક્ચર થયા છે. શાંતિવન મિલમાં બીજા માળેથી લિફ્ટ ખોટકાતા તમામ નીચે પટકાયા હતા. જેમાં એકનું મોત થયું છે. જ્યારે તમામ ઇજાગ્રસ્ત સિવિલમાં દાખલ છે.
Surat Crime : યુવકના માથામાં ચપ્પુના ઘા મારી હત્યા, બે યુવતી સહિત 4ને પોલીસે ઝડપી હાથ ધરી પૂછપરછ
Surat Crime : સુરતના પુના વિસ્તારમાં આઈમાતા ચોકડી પાસે યુવકની હત્યા કરીને લાશ મૂકી જવાના કિસ્સામાં મોટો ખુલાસો થયો છે. યુવકના માથામાં ચપ્પુના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. હત્યા પછી આરોપીએ યુવકની લાશ પુના વિસ્તારમાં પીકઅપ વાનમાં મૂકીને ફરાર થઈ ગયા હતા. પોલીસે સીસીટીવીને આધારે 2 મહિલા અને 2 પુરુષની અટકાયત કરી લીધી છે અને તેમની પૂછપરછ શરૂ કરી દીધી છે. પૂછપરછ પછી હત્યા મામલે વધુ ખુલાસા થઈ શકે છે.
આ અંગેની વધુ વિગતો એવી છે કે, મહિપાલ આહીર નામના યુવકને માથામાં ચપ્પુના ઘા મારીને હત્યા કર્યા પછી પીકઅપ વાનમાં બે યુવતી સહિત ચાર શખ્સો સુરતના પુના વિસ્તારના આઇમાતા ચોકડી પાસે આવેલ ક્રોસ રોડ રેસ્ટોરન્ટ પાસે પીકઅપ વાનમાં મૃતદેહ લાવી રસ્તા પર છોડી સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પુના પોલીસ ઘટના સ્થળ પર આવી તપાસ શરૂ કરી હતી. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતકના શરીર પર ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા.
પુણા પોલીસે મહિપાલ આહીરની લાશ મૂકી ફરાર મામલામા અજાણ્યા ઈસમો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. સીસીટીવીમાં દેખાતા 4 જણાની અટકાયત કરી છે. હત્યા શેના માટે કરી કયા કારણો સર કરી તે જાણવા આરોપીની પૂછતાછ શરૂ કરી છે. મૃત નું નામ મહિપાલ આહીર છે. ગોડાદરા ધ્રુવપાર્ક સોસાયટીનો રહેવાસી છે અને રીક્ષા ચલાવતો હતો.
Maharashtra | મુંબઈમાં ચાર કાર અને એમ્બ્યુલન્સ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 5નીા મોત, 8 ઘાયલ
Maharashtra : આજે વહેલી સવાર મુંબઈના બાંદ્રા વર્લી લિંક રોડ ચાર કાર અને એમ્બ્યુલન્સ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે કુલ 13 લોકો ઘાયલ થયા હતા. જેમાંથી 5 લોકોના મોત થયા હતા. જ્યારે 8 લોકો સારવાર હેઠળ છે.
Rajkot Accident : મોરબી હાઈવે પર કાર ઝાડ સાથે અથડાતા બે મિત્રોના મોત, બે ઘાયલ
Rajkot Accident : રાજકોટ મોરબી હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. ઝાડ સાથે કાર અથડાતા 2ના મોત થયા છે. જ્યારે 2 ઇજગ્રસ્ત થયા છે. મોરબીના ચાર મિત્રો રાત્રે રાજકોટ ગરબી જોવા આવ્યા હતા. પરત ફરતી વેળા મિતાણા પાસે અકસ્માત થયો છે.