Green Tea After Lunch: ગ્રીન ટી વજન ઘટાડવા માટે સારી માનવામાં આવે છે. કેટલાક લોકો જમ્યા પછી તરત જ ગ્રીન ટી પી લે છે, જેથી વજન ઓછું થાય અને ખોરાક પચી શકે. ચાલો જાણીએ શું થાય છે.


આજકાલ લોકો ઓફિસમાં હોય કે ઘરમાં ગ્રીન ટી પીવાનું શરૂ કરી દીધું છે, કેટલાક લોકોને ગ્રીન ટીનો સ્વાદ પસંદ ન હોય, પરંતુ તેના ફાયદાઓ વિશે વાંચીને લોકોએ  ગ્રીન ટી પીવાની આદત પાડી દીધી છે. ગ્રીન ટી આપણા શરીરમાં એન્ટીઓક્સીડેન્ટનું પ્રમાણ વધારે છે. તે ચયાપચયને વેગ આપે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. ગ્રીન ટી ટાઇપ-2 ડાયાબિટીસના જોખમને પણ દૂર કરે છે. ગ્રીન ટી પીવાથી પાચનક્રિયામાં પણ મદદ મળે છે. આ જ કારણ છે કે કેટલાક લોકો જમ્યા બાદ તરત જ ગ્રીન ટી પી લે છે. તેમને લાગે છે કે ખોરાક પચી જશે અને વજન પણ ઘટશે. ચાલો જાણીએ કે શું ખાધા પછી ગ્રીન ટી પીવાથી ખરેખર ફાયદો થાય છે


ભોજન પછી ગ્રીન ટી


શું આપને લાગે છે કે,  ગ્રીન ટી પીવાથી વજન ઘટશે અથવા પાચનમાં મદદ મળશે, તો આપને  જણાવી દઈએ કે કોઈપણ પ્રકારની ચા ખાધા પછી તરત જ ચા પીવી નુકસાનકારક છે. આ જરૂરી પોષક તત્વોને શોષવામાં મુશ્કેલી બનાવે છે. ગ્રીન ટીમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ અને પોલિફીનોલ્સ પાચનમાં મદદ કરે છે, તેમ છતાં જમ્યા પછી તરત જ તેનું સેવન ન કરવું જોઈએ. તેમાં જોવા મળતા ટેનીન અને કેફીન પાચનક્રિયામાં ખલેલ પહોંચાડે છે. તેનાથી અપચો પણ થઈ શકે છે.


ગ્રીન ટી પીવાનો યોગ્ય સમય


જો તમે લંચ કે ડિનરના સમયે ગ્રીન ટી પીતા હોવ તો તમારે જમ્યાના અડધા કલાકથી 45 મિનિટ પછી જ પીવી જોઈએ. જો કે, એવું કહેવાય છે કે, જમ્યાના 2 કલાક પહેલા અને 2 કલાક પછી ગ્રીન ટી પીવાથી સૌથી વધુ ફાયદો થાય છે.


ખાલી પેટ ગ્રીન ટી પીવાના ગેરફાયદા


કેટલાક લોકો સવારે ખાલી પેટે ચાને બદલે ગ્રીન ટી પીવે છે, પરંતુ આમ કરવાથી તમને નુકસાન થઈ શકે છે. ખાલી પેટ ગ્રીન ટી પીવાથી  એસિડ વધે  છે.ડાયજેસ્ટિંગ સિસ્ટમ પર પણ તેની વિપરિત અસર થાય છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.