Hair Fall: સ્ટીકીનેસ અને ભેજને કારણે વાળ ખરવાનું પ્રમાણ વધી જાય  છે. જો યોગ્ય પોષણ ન આપવામાં આવે તો ઉનાળામાં પરસેવો અને વરસાદની ઋતુમાં ભેજને કારણે વાળ વધુ ખરવા લાગે છે.


વાળ ખરવાની સમસ્યા સિઝન પણ હોઇ શકે  કે  અન્ય ઘણા કારણોથી પણ ખરે છે.  સિઝનલ પ્રોબ્લેમ એટલે કે જ્યારે સિઝન બદલાય છે ત્યારે વાળ ખરવાનું વધી જાય છે. બદલાતા તાપમાનને કારણે શરીરમાં થતા ફેરફારોને કારણે આવું થાય છે. હવે ચોમાસું આવી રહ્યું છે અને વાળમાં ચીકાશની સમસ્યા પણ વધવાની છે. કારણ કે હવામાં રહેલા ભેજને કારણે વાળ સંપૂર્ણપણે સુકાઈ શકતા નથી, તો તેના મૂળ નબળા પડવા લાગે છે અને વાળ ખરવા લાગે છે.


વાળમાં લગાવો નારિયેળ દૂધ


નારિયેળનું દૂધ વાળમાં લગાવવાથી વાળને પૂરેપૂરું હાઇડ્રેશન મળે છે પરંતુ ચીકણાપણું બિલકુલ વધતું નથી. નારિયેળના દૂધમાં વિટામિન-ઇ, પોટેશિયમ, પ્રોટીન અને હેલ્ધી ફેટ ભરપૂર માત્રામાં હોય છે. તેથી આ દૂધ વાળને જાડા,  અને લાંબા બનાવવામાં મદદરૂપ છે. સૌથી સારી વાત એ છે કે,નાળિયેરનું દૂધ સંપૂર્ણપણે કુદરતી છે અને વાળને કેમિકલ ફ્રી ટ્રીટમેન્ટ મળે છે કારણ કે તેમાં કોઈપણ પ્રકારની ભેળસેળ નથી.


નાળિયેરનું દૂધ કેવી રીતે બનાવવું


વાળમાં લગાવવા માટે ઘરે જ નારિયેળનું દૂધ તૈયાર કરો. આ માટે એક નારિયેળ લો  તેને તોડીને તેનું પાણી અલગ કરો. નાળિયેર પાણી ફેંકશો નહીં. તેના બદલે તેને બાઉલમાં કાઢી લો. તે વાળ માટે પણ ખૂબ જ પૌષ્ટિક છે.હવે નાળિયેરના નાના ટુકડા કરી લો અને તેને મિક્સરમાં પીસી લો. છીણેલા નારિયેળમાં 4 ચમચી નારિયેળ પાણી અને 5 થી 6 ચમચી દૂધ મિક્સ કરો અને ફરી એકવાર મિક્સરમાં  પીસી લો.  નારિયેળનું દૂધ વાળના મૂળમાં લગાવો.


વાળ પર નાળિયેરનું દૂધ કેવી રીતે લગાવવું?
વાળમાં નાળિયેરનું દૂધ લગાવવા માટે, તમે મેંદી બ્રશ, ટૂથ બ્રશનો ઉપયોગ કરી શકો છો.દૂધને વાળના મૂળ અને વાળની ​​લંબાઈમાં સારી રીતે લગાવો. આ પછી, 20 થી 25 મિનિટ સુધી માથામાં રહેવા દો અને નવશેકા પાણીથી વાળને વોશ કરી દો.અઠવાડિયામાં એકવાર નારિયેળનું દૂધ વાળમાં લગાવવાથી  વરસાદની ઋતુમાં ચીકણા થવાની સમસ્યા નહીં થાય અને વાળ ખરવાનું પણ ઓછું થશે. તેમજ વાળ જાડા અને ઘટ્ટ થશે.