Hair Fall: ચોમાસામાં ભેજવાળુ વાતાવરણ ઓઇલી સ્કીન અને વાળ બંને માટે સમસ્યા બની શકે છે. આ ઋતુમાં વાળ સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ વધી જાય છે અને જો યોગ્ય કાળજી લેવામાં ન આવે તો તે ગંભીર બની શકે છે. ચોમાસામાં વાળ ઝડપથી ખરવા, ડ્રાયનેસ, ડેન્ડ્રફ જેવી સમસ્યાઓ સામાન્ય છે. ઉનાળા અને ચોમાસા દરમિયાન, માથાની સેબેસીયસ ગ્રંથીઓ વધુ સીબમ (નેચરલ ઓઇલ, જે વાળને ભેજયુક્ત રાખે છે)બનાવવાનું શરૂ કરે છે.


જેના કારણે વાળ ખૂબ જ ઝડપથી ચીકણા થઈ જાય છે અને વધુ પડતા ખરી જાય છે. આને કારણે વાળનું પ્રમાણ ઘટવા લાગે છે, જેનાથી સ્ટાઇલિંગ મુશ્કેલ થઇ જાય છે. વધુ તેલ અને પરસેવાથી મલસેઝિયાને વધવા માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. આ એક પ્રકારની ફૂગ છે, જે ડેન્ડ્રફ માટે જવાબદાર છે. તેનાથી માથામાં ખંજવાળ અને બળતરા જેવી સમસ્યા પણ થઈ શકે છે.


ચોમાસામાં વાળની ​​સંભાળને લગતી મહત્વની ટિપ્સ


ઉનાળા અને ચોમાસામાં તમારા વાળને સ્વસ્થ રાખવા માટે જો તમારા વાળ ખૂબ જ ઓઇલી હોય તો તેને નિયમિત અને યોગ્ય રીતે ધોવા સૌથી જરૂરી છે. હાર્ડ કેમિકલવાળા શેમ્પૂને બદલે માઈલ્ડ શેમ્પૂ પસંદ કરો. પીએચ સ્તર 5 સાથે શેમ્પૂ પસંદ કરો. ટી ટ્રી ઓઈલ, પીપરમિન્ટ, એલોવેરા જેવા કુદરતી ઘટકોવાળા શેમ્પૂ વાળ માટે શ્રેષ્ઠ છે. માત્ર વાળની ​​ઉપરની સપાટી પર શેમ્પૂ ન લગાવો, પરંતુ માથાની ચામડી પણ સાફ કરો. શેમ્પૂ કર્યા પછી વાળને કન્ડિશનિંગ કરવું પણ જરૂરી છે, પરંતુ જો વાળ ઓઇલી છે તો આ સ્ટેપને મિસ કરી શકાય છે


વાળ માટે ગરમ પાણીનો યુઝ ટાળો


ગરમ પાણી ઝડપથી ઓઇલ બને છે. વાળ ધોવા માટે સામાન્ય પાણીનો ઉપયોગ કરો. સ્કેલ્પને સંતુલિત રાખવા માટે તેને ઠંડુ રાખવું જરૂરી છે. વાળમાં ગૂંચ થતી અટકાવવા માટે દરરોજ કાંસકાનો ઉપયોગ કરો. આ માથામાં રક્તનું યોગ્ય પરિભ્રમણ સુનિશ્ચિત કરે છે. જેના કારણે વાળના ફોલિકલ્સને જરૂરી પોષણ મળે છે, જેનાથી વાળ સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થાય છે. વાળને સૂકવવા માટે ડ્રાયરનો ઉપયોગ ઓછો કરો અને સ્ટાઇલિંગ માટે સ્ટ્રેટનર અને કર્લિંગનો ઓછો ઉપયોગ કરો. તેનાથી વાળ ખરતા પણ વધે છે.


જીવનશૈલીમાં જરૂરી ફેરફારો


વાળ આપણી સુંદરતા તો વધારે છે સાથે સાથે આપણો આત્મવિશ્વાસ પણ વધારે છે. લાંબા, જાડા, મજબૂત વાળ મેળવવામાં યોગ્ય કાળજીની સાથે આહાર પણ મોટો ભાગ ભજવે છે. તમારા આહારમાં પ્રોટીન અને લીલા પાંદડાવાળા શાકભાજીની માત્રામાં વધારો કરો. ખાંડ અને પ્રોસેસ્ડ ફૂડ ટાળો. મોસમી ફળોની સાથે આખું અનાજ ખાવું જોઇએ.  સૌથી અગત્યનું પૂરતા પ્રમાણમાં પાણી પીવું. એક સ્વસ્થ પુખ્ત વ્યક્તિએ દરરોજ 2 થી 3 લિટર એટલે કે 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ. આ ઉપાયો કર્યા પછી પણ જો વાળ સંબંધિત સમસ્યાઓ ચાલુ રહે તો નિષ્ણાતની મદદ લેવી.



Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનાને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.