Late Night Cravings Food: મોટા ભાગના લોકોને રાત્રે મોડે સુધી સૂવાની આદત હોય છે અને તેના કારણે તેમને રાત પડતાની સાથે જ ભૂખ લાગવા લાગે છે. આવા સમયે, આપણામાંથી મોટાભાગના લોકો ચિપ્સ, પેસ્ટ્રી અથવા ફ્રીજમાં રાખેલી કોઈપણ વસ્તુ ખાય છે. આ આદત સ્વાસ્થ્ય માટે સારું નથી, જો આપણને રાત્રે ઊંઘ ન આવતી હોય તો  ખૂબ ભૂખ લાગે છે તો એવા ફૂડ જણાવીશું જે આપ રાત્રે ખાઇ શકો છો અને નુકસાન નથી થતું.


ડ્રાઇ ફ્રૂટસ


પહેલું ઓપ્શન ડ્રાય ફ્રટ છે. જે હાઇ પ્રોટીન સ્નેક્સ હોય છે. જેથી ઓછું માત્રામાં પણ જો આપ તેને ખાઓ છો તો બહુ જલ્દી પેટ ભરાઇ જાય છે.તેને બનાવવાની જરૂર નથી,. તેથી આપ સરળતાથી તેને રાત્રે લઇ શકો છો


ફ્રૂટસ


જો રાત્રે જાગવાથી ભૂખ લાગે તો આપ ફળોનું સેવન પણ કરી શકો છો.પરંતુ યાદ રાખો કે વધુ મીઠા ફળોનું સેવન ન કરવું જોઇએ. કારણ કે વધુ મીઠા ફળો વજન વધારવાની સાથે બ્લડ શુગર લેવલ સ્પાઇક કરી શકે છે. આ સ્થિતિમાં આપ હળવા મીઠા ઓછું શુગરવાળા ફળોનું સેવન કરી શકો છો.


સૂપ


સૂપ પીવું પણ રાતની ક્રેવિગને શાંત કરે છે. સૂપ બનાવવામાં વધુ સમય પણ નથી લાગતો અને તેનાથી વજન પણ નથી વધતું. સૂપ પીવામા માટે રાતનો સમય સારો છે. જો ઠંડીની સિઝન હોય તો સૂપ પીવું વધુ સારૂ રહે છે. આજકાલ  ઇન્સ્ટન્ટ સૂપ બનાવવા માટેના બજારમાં પેકેટ પણ મળે છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.