હેલ્થ:બાળપણથી દૂઘના સેવન માટે આગ્રહ કરવામાં આવે છે. દૂધમાં કેલ્શિયમની માત્ર હોવાથી તે હાડકાંને મજબૂત કરે છે અને માંસપેશીઓનો વિકાસ પણ તેની સાથે જ જોડાયેલો છે. આ કારણે જે દૂધ અને ડેરી પ્રોડ્કટ દરેક ઘરની જરૂરી સામગ્રી છે. જો કે આપણે એ પણ જાણવું જોઇએ કે વધુ પડતું દૂધનું સેવન નુકસાનકારક સાબિત થઇ શકે છે

શું વધુ માત્રામાં દૂધનું સેવન હાનિકારક છે?

દૂધ સ્વાસ્થ્ય માટે પોષ્ટીક આહાર છે પરંતુ વધુ માત્રામાં દૂધનું સેવન અનેક મુશ્કેલી પણ સર્જી શકે છે. શોધકર્તા મુજબ એક દિવસમાં ત્રણ ગ્લાસ દૂધ નુકસાનકારક સાબિત થઇ શકે છે. દિવસમાં એક ગ્લાસથી વધુ દૂધનું સેવન ગેસ, પેટ ફુલી જવું, પાચન સંબંધિત સમસ્યાને નોતરે છે.

વધુ માત્રામાં દૂધ પીવાના સાઇડ ઇફેક્ટ

દૂધ પૌષ્ટિક આહાર છે, જો કે સંયમથી સેવન કરવું જરૂરી છે. વધુ માત્રામાં દૂધના સેવનથી ડાયરિયાની સમસ્યા થઇ શકે છે. બ્લોટિંગની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. ઉપરાંત વધુ માત્રામાં દૂધના સેવનનથી સુસ્તી અને થાક પણ અનુભવાય છે.

શું દૂધ પીવાનું છોડી દેવું જોઇએ?

દૂધમાં પોષણનો ખજાનો છે. કેલ્શિયમ સિવાય જરૂરી પોષક તત્વો દૂધમાંથી મળી રહે છે. દૂધમાં વિટામીન ડી, વિટામિન બી-12, પ્રોટીન ભરપૂર માત્રામાં છે. કેટલાક રિસર્ચનું તારણ છે કે, દૂધ પીવાથી ક્રોનિક બીમારીનું જોખમ ઓછું થઇ જાય છે..તો જો સાવધાનીથી દૂધનું સેવન કરવામાં આવે તો દૂધ સ્વાસ્થ્ય માટે હિતકારી સાબિત થાય છે. દિવસમાં એક ગ્લાસ દૂધનું સેવન આદર્શ વિકલ્પ છે.