Yoga Poses:  જો પાચનતંત્ર નબળું હોય તો પેટ સંબંધિત સમસ્યાઓ દરરોજ થવા લાગે છે. આવી સ્થિતિમાં કુદરતી રીતે પાચન શક્તિને મજબૂત કરવા માટે યોગ કરી શકાય છે. યોગ કરવાથી માત્ર શારીરિક જ નહીં માનસિક લાભ પણ થાય છે. યોગના ઘણા આસનો છે જેની સીધી અસર પેટ પર થાય છે, જે ન માત્ર પાચનમાં સુધારો કરે છે પરંતુ ગેસ, પેટનું ફૂલવું, એસિડિટી અને કબજિયાત જેવી સામાન્ય પેટ સંબંધિત સમસ્યાઓથી પણ રાહત આપે છે. ક્યારેક સ્ટ્રેસને કારણે પેટની સમસ્યા પણ થાય છે. આવી સ્થિતિમાં પણ યોગ કરવાથી ફાયદો જોવા મળે છે. અહીં એવા યોગાસનો આપવામાં આવ્યા છે જે દર બીજા દિવસે પેટની સમસ્યાથી પીડાતા લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે.


અર્ધ પવમુક્તાસન કરવું ખૂબ જ સરળ છે જે પેટમાંથી ગેસ દૂર કરે છે. આ યોગ કરવા માટે જમીન પર ચટાઈ પાથરો અને પીઠ પર સૂઈ જાઓ. આ પછી, તમારા એક પગને નીચે આડો રાખો અને બીજા પગને ઘૂંટણ પર વાળીને હવામાં ઊંચો કરો અને તેને તમારા હાથથી પકડીને તમારી તરફ ખેંચો. આ પોઝને 1 થી 2 મિનિટ સુધી પકડી રાખ્યા બાદ છોડી દો. બીજા પગ સાથે પણ આ યોગનું પુનરાવર્તન કરો.


ધનુરાસન કરવાથી શરીરનું સારું સ્ટ્રેચિંગ થાય છે. કબજિયાતથી છુટકારો મેળવવા માટે આ યોગ આસન ખાસ કરીને સારું છે. એક આસન પાથરો અને તમારા પેટ પર સૂઈ જાઓ. હવે તમારા બંને પગને ઘૂંટણ પર વાળો અને તેમને તમારા માથા પાસે ઉંચા કરો અને તમારા બંને હાથ પાછળ લઈ જાઓ અને તમારા પગના તળિયાને પકડી રાખો. આ આસનમાં પેટનો એક ભાગ જમીનને સ્પર્શતો રહેશે અને બાકીનું શરીર ઊભું થયેલું દેખાશે. જ્યારે તમે ધનુરાસન કરો છો ત્યારે શરીર ધનુષ જેવું દેખાય છે. થોડો સમય યોગ આસન રાખ્યા પછી સામાન્ પરિસ્થિતિમાં પરત આવો.  આનાથી પાચનતંત્રને ફાયદો થાય છે અને હળવાશ અનુભવવા લાગે છે.


ઉત્તાનાસન પાચનક્રિયા સુધારવા માટે કરવામાં આવે છે. આ આસનથી માંસપેશીઓ મજબૂત બને છે. સૌ પ્રથમ, સીધા ઉભા થઈને હાથ કમર પર મૂકવામાં આવે છે. આ પછી, આગળ નમવું અને તમારા હાથને તમારા પગના અંગૂઠા સુધી લઈ જાઓ. શરીરને બને તેટલું વાળવું, શરૂઆતમાં વધારે ન ખેંચો. ઊંડા શ્વાસ લો,  પછી સામાન્ય સ્થિતિમાં આવો.


પેટની સમસ્યાનું મુખ્ય કારણ તણાવ હોઈ શકે છે. આવી સ્થિતિમાં શવાસન કરવાથી પેટને ફાયદો થાય છે. આ આસન કરવા માટે મેટ પર તમારી પીઠ પર સૂઈ જાઓ. તમારી આંખો બંધ રાખો અને બંને પગને અલગ-અલગ ફેલાવો અને હાથને પણ શરીરની બંને બાજુ ફેલાવો. હથેળીઓ ખુલ્લી રાખો અને ધીમે ધીમે શ્વાસ લેતા રહો. શરીર અને શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો અને આ આસન 10 થી 12 મિનિટ સુધી કરતા રહો. આ પછી, ધીમે ધીમે બેસો અને તમારી આંખો ખોલો. શવાસન બ્લડ પ્રેશર ઘટાડવા, એકાગ્રતા વધારવા, તાણ દૂર કરવા, અનિદ્રા, માથાનો દુખાવો અને થાક જેવી સમસ્યાઓ દૂર કરવામાં ફાયદાકારક છે.   


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.