આજકાલ મોટાભાગના લોકો સ્થૂળતાથી પરેશાન છે અને ઝડપથી વજન ઘટાડવા માટે ડાયટિંગ અને હેવી વર્કઆઉટ્સને ફોલો કરે છે. આટલું જ નહીં, કેટલાક લોકો વજન ઘટાડવા માટે બજારમાં ઉપલબ્ધ સપ્લીમેન્ટ્સ અને કેટલાક ઘરેલું ઉપચારનો પણ આશરો લે છે. પરંતુ આજે અમે તમને એવા જ રોજિંદા ડાયટ પ્લાન વિશે જણાવી રહ્યા છીએ, જેના દ્વારા તમે માત્ર 7 દિવસમાં વજન ઘટાડી શકો છો. વજન ઓછું કરવું સરળ નથી. પરંતુ પ્રેરણા અને સ્વસ્થ આહાર વડે વજન ઘટાડી શકાય છે. વજન ઘટાડવા માટે તમારે ડાયટ ફોલો કરવાની સાથે-સાથે તમારી જાતને એક્ટિવ રાખવા માટે દરરોજ થોડી કસરત કરવી પડશે.
પ્રથમ દિવસની શરુઆત ફળોથી કરો, સવારમાં એક સફરજન ખાવુ જોઈએ. બપોરના સમયે તરબૂચ ખાઈ શકો છો. સાંજે 4 વાગ્યા આસપાસ સંતરાનું સેવન કરો. સાંજે 6 વાગ્યે દાડમ ખાઈ શકો છો. સાંજે 8 વાગ્યે તરબૂચ ખાઈ શકો છો.
બીજા દિવસની શરુઆત શાકભાજી સાથે કરો. સવારે બાફેલા બટેટા ખાવા જોઈએ. બપોરના સમયે સલાડ ખાવું જોઈએ. કાકડી, પાલક સલાડ બપોરના સમયે જમવાનું રાખો, સાંજે 4 વાગ્યા લીંબુના રસ સાથે ગાજર ખાવા જોઈએ. સાજે 8 વાગ્યા કાકડી ખાઈ શકો છો.
ત્રીજા દિવસે પણ નાસપતી અને અનાનસ જેવા ફળોથી દિવસની શરુઆત કરી શકો છો. સલાડમાં કાકડી પણ ખાઈ શકો છો, બ્રોકલીને પણ તમારા ડાયેટમાં સામેલ કરી શકો છો.
ચોથા દિવસે સવારે કેળા ખાવાનું રાખો, કેળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. એક ગ્લાસ દૂધનું મિલ્કશેક પી શકો છો. બપોરે પણ એક ગ્લાસ દૂધ સાથે કેળા ખાઈ શકો છો.
પાંચમાં દિવસે બ્રાઉન રાઈસ ખાઈ શકો છો. બપોરના સમયે ટમેટાનું સલાડ ખાઈ શકો છો. સાજે 8 વાગ્યે ટમેટાનું સૂપ પી શકો છો.
છઠ્ઠા દિવસે બ્રાઉન રાઈસ અને સલાડ ખાઈ શકો છો. ટમેટાનું સુપ પી શકો છો. સલાડમાં કાકડી ખાઈ શકો છો.
સાતમાં દિવસે એક ગ્લાસ સંતરાના જ્યૂસ સાથે દિવસની શરુઆત કરો. બપોરે તરબૂચ ખાઈ શકો છો. બ્રાઉન રાઈસ પણ ખાઈ શકો છો.
સવારે નાસ્તામાં 1 સ્પ્રાઉટ સેન્ડવિચ ખાઓ. સ્પ્રાઉટ્સમાં વિટામીન A, B, C સિવાય અનેક પ્રકારના એમિનો એસિડ હોય છે. આમ તો સ્પ્રાઉટ્સ પણ આ રીતે ખાઈ શકાય છે, પરંતુ પેટ ભરવા માટે કાર્બોહાઈડ્રેટ્સ પણ જરૂરી છે, તેથી સેન્ડવીચ બનાવીને ખાઓ. આ તમને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે.
તમારે ભોજન કર્યાના 2 કલાક પછી શતાવરી ચા લેવી જોઈએ. તે માત્ર વજન ઘટાડવામાં મદદ કરશે નહીં, પરંતુ તે રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત કરશે. આ સિવાય તે પાચન અને ચયાપચયને પણ સુધારે છે.