Aamir Khan Weight Loss Tips : બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન માત્ર તેના ઉત્તમ અભિનય માટે જ નહીં પરંતુ તેની ફિટનેસ ટ્રાન્સફોર્મેશન માટે પણ જાણીતા છે. ભલે તે 'ગજની' માટે જબરદસ્ત મસલ્સ બનાવતા હોય કે વજન વધારતા હોય અને પછી 'દંગલ' માટે તેને ઝડપથી ઘટાડતો હોય, આમિર હંમેશા તેના શારીરિક પરિવર્તનથી લોકોને આશ્ચર્યચકિત કરે છે. થોડા સમય પહેલા તેણે પોતાનું વજન ઘટાડવાની ફોર્મ્યુલા શેર કરી હતી, જેમાં તેણે કહ્યું હતું કે, ત્રણ મુખ્ય બાબતો સૌથી મોટી ભૂમિકા ભજવે છે. આ ત્રણ વસ્તુઓ છે કસરત, આહાર અને ઊંઘ. ચાલો જાણીએ કે કેવી રીતે આમિર ખાને પોતાનું ઝડપથી વજન ઘટાડ્યું.
આમિર ખાન વજન ઘટાડવાની સિક્રેટ ટિપ્સ
થોડા સમય પહેલા આમિર ખાને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 50% ડાયટ, 25% વર્કઆઉટ અને 25% આરામ એટલે કે ઊંઘ વજન ઘટાડવામાં ફાળો આપે છે. તેણે કહ્યું કે, લોકો ઘણા પ્રકારના ડાયટપ્લાન ફોલો કરે કરે છે, જેમાં કેટલાક રોટલી અને કેટલાક ભાત ખાવાનું બંધ કરી દે છે. જ્યારે કેટલાક લોકો કાર્બોહાઇડ્રેઇટને સંદરત બંધ કરી દે છે. તો કેટલાક લોકો ગણતરીથી કેલેરી લે છે.
વજન ઘટાડવાની આમિર ખાનની જૂની ટેકનિક
આમિરે કહ્યું કે, જો તમે દિવસમાં 2000 કેલરી ખર્ચો છો તો 2000 કેલરી ખાશો તો વજનમાં બહુ ફરક નહીં આવે. પરંતુ જો તમે 2000 કેલરી ખર્ચો છો અને 1500 ખાઓ છો, તો તમે દરરોજ 500 કેલરી ઘટાડશો. અઠવાડિયાના દરરોજ આમ કરવાથી 3500 કેલરી ઓછી થાય છે. આવી વસ્તુઓ અપનાવીને મેં ઝડપથી વજન ઘટાડ્યું.
વજન ઘટાડવા માટેની 3 મહત્વની વસ્તુઓ
- વ્યાયામ
આમિર ખાન અનુસાર, યોગ્ય વર્કઆઉટ ઝડપી પરિણામ આપશે. તેણે પોતાની ફિટનેસ રૂટિનમાં અનેક પ્રકારના વર્કઆઉટનો સમાવેશ કર્યો હતો. આમાં કાર્ડિયો એકસરસાઇઝ, વજન તાલીમ, યોગ અને સ્ટ્રેચિંગ, હાઇ ઇન્ટેસિટી ઇંટરવેલ ટ્રેનિંગ જેવી પ્રેકટિસ સામેલ છે.
- ડાયટ
આમિર ખાન માને છે કે, વજન ઘટાડવાનો સૌથી મહત્વનો ભાગ આહાર છે. જો તમે પણ વજન ઓછું કરવા માંગો છો તો કેલરીનું ઇનટેક ઓછું કરો . લો કાર્બોહાઇડ્રેટ, હાઇ પ્રોટીન ડાયટ લો,
પ્રોસેસ્ડ ફૂડ, ખાંડ અને જંક ફૂડથી દૂર રહો, નાના નાની મીલ્સ, જેના કારણે શરીરમાં ચરબી જમા થતી નથી. આ સિવાય હાઇડ્રેશનનું ધ્યાન રાખો.
- ઊંઘ
વજન ઘટાડવા દરમિયાન ઘણા લોકો ઊંઘની અવગણના કરે છે, પરંતુ આમિર ખાન તેને મહત્વ આપે છે. જો તમારે વજન ઓછું કરવું હોય તો તમારે ઓછામાં ઓછી 7-8 કલાકની ઊંઘ લેવી જોઈએ. આ શરીરને રિકવર કરવામાં મદદ કરે છે અને મેટાબોલિઝમ યોગ્ય રીતે કામ કરે છે. પર્યાપ્ત ઊંઘને કારણે તણાવ પણ નથી રહેતો અને વજન પણ ઝડપથી ઘટે છે.