Health Tips:નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થે તાજેતરમાં એક સંશોધન કર્યું છે. જેમાં એવું બહાર આવ્યું છે કે નાઇટ શિફ્ટ કરનાર કર્મચારીને  દિવસ દરમિયાન ખોરાક ખાવા કરતાં  રાત્રે ભારે ખોરાક લેવાથી કેટલીક સમસ્યા વધી જાય છે.


હાલ મલ્ટીનેશનલ કંપની હોય કે ઓફિસ વર્કર હોય, તેઓ અલગ-અલગ શિફ્ટમાં કર્મચારીઓ જોબ કરતા હોય છે.  દિવસની પાળીવાળા લોકો માટે તે સારું છે, પરંતુ જે લોકો નાઇટ શિફ્ટ કરે છે, તેમની  આહાર શૈલી તદન બદલી  જાય છે. તાજેતરમાં, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થે આ અંગે એક પરીક્ષણ કર્યું હતું. જેમાં નાઈટ શિફ્ટરોની નાઈટ રૂટીન ચેક કરવામાં આવી હતી. જેના પરિણામ સ્વરૂપે અભ્યાસમાં જાણવા મળ્યું કે, રાત્રે ખાવાથી બ્લડ સુગર લેવલ વધી શકે છે, પરંતુ માત્ર દિવસ દરમિયાન ખાવાથી રાત્રે કામ કરવું સરળ બને છે અને સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ ઓછી થાય છે.


આ સંશોધન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ ઓફ વોશિંગ્ટન દ્વારા કરવામાં આવ્યું હતું, જે 'સાયન્સ એડવાન્સ જર્નલ'માં પ્રકાશિત થયું છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે કામકાજની પાળી કર્મચારીઓના સ્વાસ્થ્યને ઘણી રીતે અસર કરે છે. અગાઉના અભ્યાસો દર્શાવે છે કે નાઇટ શિફ્ટ લોકોમાં  ડાયાબિટીસ, હૃદય રોગ અને સ્થૂળતાનું જોખમ વધારે હોય છે.


કેવા લોકો પર થયો અભ્યાસ


NHLBIના નેશનલ સેન્ટર ઓન સ્લીપ ડિસઓર્ડર્સ રિસર્ચના ડાયરેક્ટર મારિશકા બ્રાઉને જણાવ્યું હતું કે, આ સંશોધનમાં 19 સ્વસ્થ યુવાન સહ (7 મહિલાઓ અને 12 પુરુષો)ની પસંદગી કરવામાં આવી હતી. જેનું 14 દિવસ સુધી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમાં બે આહાર સાથે નાઇટ વર્ક પોઝિશનનો સમાવેશ થાય છે. એક જૂથે રાત્રિભોજન કર્યું હતું. જ્યારે ત્યાં, એક જૂથ દિવસ દરમિયાન ફૂડ લીધું હતું.  જેમાં સંશોધકોએ શોધી કાઢ્યું કે રાત્રે ખાવાથી ગ્લુકોઝનું સ્તર વધે છે, જે ડાયાબિટીસનું કારણ બને છે. જ્યારે દિવસ દરમિયાન ખોરાક ખાવાથી આ અસરથી બચી શકાય છે. ખાસ કરીને, રાત્રે ખાનારાઓ માટે સરેરાશ ગ્લુકોઝના સ્તરમાં 6.4 ટકાનો વધારો થયો હતો, જ્યારે દિવસના ખાનારાઓમાં કોઈ નોંધપાત્ર વધારો થયો ન હતો.


નિષ્કર્ષ
નાઇટ શિફટના કારણે રાત્રે ફૂડ લેવાથી સરેરાશ ગ્લુકોઝના સ્તરમાં 6.4 ટકાનો વધારો થાય છે. જેના કારણે ડાયાબિટીશ અને સ્થૂળતા સહિતની સમસ્યા થાય છે. તે બેડ કોલેસ્ટ્લને વધારે છે, જેથી હૃદય રોગની સમસ્યા પણ સર્જાઇ શકે છે.