Manoj Bajpayee Health: મનોજ બાજપેયી કહે છે કે શરૂઆતમાં ડિનર સ્કિપિંગ કરવામાં થોડી તકલીફો આવતી હતી, પરંતુ ધીરે ધીરે આદત પડી ગઈ


અભિનેતા મનોજ બાજપેયીએ હાલમાં જ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વાસ્તવમાં આ ખુલાસો તેના ડિનર વિશે છે. મનોજ બાજપેયીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે, તેણે છેલ્લા 14 વર્ષથી ડિનર નથી લીધું એટલે કે 14 વર્ષથી ડિનર સંપૂર્ણપણે છોડી દીધું છે. તેની પાછળનું કારણ સ્વાસ્થ્ય છે. સ્વસ્થ રહેવા માટે, લોકો સામાન્ય રીતે વ્યાયામ કરે છે, કસરત કરે છે અને તંદુરસ્ત ખોરાકની દિનચર્યાનું પાલન કરે છે. પરંતુ મનોજ બાજપેયીએ તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને રાત્રિભોજન સંપૂર્ણપણે છોડી દીધું છે.


મનોજ બાજપેયી વિશે આ સત્ય જાણીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને વિચારી રહ્યા છે કે રાત્રિભોજન કર્યા વિના વ્યક્તિ કેવી રીતે સ્વસ્થ રહી શકે છે. અભિનેતાએ તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે તેને રાત્રિભોજન છોડવાની પ્રેરણા તેના દાદા પાસેથી મળી હતી, જેઓ ખૂબ જ સ્વસ્થ અને ફિટ હતા. તેણે કહ્યું કે શરૂઆતમાં ડિનર છોડવું થોડું ભારે લાગ્યું. પરંતુ સમય જતાં પ્રેક્ટિસ કરીને તેને તેની આદત પડી ગઈ.


આરોગ્ય પર સારી અસર-મનોજ બાજપેયી


બાજપાઈએ કહ્યું, 'મારા દાદા ખૂબ જ પાતળા અને ફિટ હતા. એટલા માટે મેં પણ તેની ડાયટ ફોલો કરવાનું નક્કી કર્યું. જ્યારે મેં તેની ડાયટ ફોલો કરી તો મારું વજન પણ કંટ્રોલમાં આવી ગયું. હવે 13-14 વર્ષ થઈ ગયા. હું સ્વસ્થ અનુભવું છું. ક્યારેક હું 12 કલાક તો ક્યારેક 14 કલાક ઉપવાસ કરું છું. મનોજ કહે છે કે શરૂઆતમાં ડિનર સ્કિપિંગ કરવામાં થોડી તકલીફો આવતી હતી, પરંતુ ધીરે ધીરે ભૂખનો સામનો કરવાની આદત પડી ગઈ. અભિનેતાએ એમ પણ કહ્યું કે આ ડાયટ પ્લાને તેના સ્વાસ્થ્ય પર સારી અસર પડી છે. તેઓ ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને હૃદય રોગ સહિત ઘણા રોગોના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.


શું ડિનર સ્કિપ કરવું યોગ્ય છે?


હેલ્થ એક્સપર્ટના મતે ડિનર સાંજે 7 વાગ્યા પહેલા કરી લેવું જોઈએ. ન્યુટ્રિશનિસ્ટ્સ અને ડાયેટિશિયન્સનું કહેવું છે કે રાત્રિભોજન વહેલું કરવું જોઈએ અને રાત્રિભોજન હંમેશા હલકું હોવું જોઈએ. નિષ્ણાતો પણ કહે છે કે રાત્રિભોજન સંપૂર્ણપણે છોડશો નહીં. ન્યુટ્રિએન્ટ્સ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, જે લોકોએ રાત્રિભોજન સંપૂર્ણપણે છોડી દીધું હતું તેમનું વજન રાત્રે ડિનર કરનારા લોકો કરતાં વધુ વધ્યું હતું. ડોક્ટરોનું કહેવું છે કે ખાલી પેટે સૂવાથી પણ શરીરનું વજન વધી શકે છે.