Acute Hepatitis Case Increasing:એક નવા રોગે સમગ્ર વિશ્વની ચિંતા વધારી દીધી છે. આ રોગ બાળકોને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. રિપોર્ટ અનુસાર, અત્યાર સુધીમાં 12 દેશોમાં આ રોગના 169 દર્દીઓ મળી આવ્યા છે.


એક બાજુ જ્યાં દુનિયાભરમાં કોરોનાના એક નવા વેરિનન્ટે XEએ ચિંતા જગાડી છે અને તેના કેસ પણ હવે ઝડપથી વધી રહ્યાં છે. આ દરમિયાન ફરી એક નવી બીમારીએ પણ લોકોની ચિંતા વધારી છે આ બીમારી બાળકોને ઝપેટમાં લઇ રહી છે. 12 દેશોમાં 169 કેસ આ બીમારીની નોંધાયા છે. આ સ્થિતિને જોતો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એલર્ટ જાહેર કરી દીધું છે.જાણીએ આ બીમારી શું છે.


શું છે આ બીમારી


આ બીમારીનું નામ રહસ્યમયી હેપેટાઇટિસ છે. ડોક્ટરના મત મુજબ તેનાથી પીડિત બાળકોનું લીવર સોજી જાય છે. તેનાથી બાળકનું મોત પણ થઇ શકે છે. અત્યાર સુધીમાં આ બીમારીથી એક બાળકના મોતના અહેવાલ છે. ડબલ્યુએચઓએ બીમારીને લઇને 21 એપ્રિલ સુધીના ડેટા જાહેર કર્યાં છે. તેના હિસાબે અમેરિકા, ડેનમાર્ક, ઇઝરાયલ, સ્પેન,બ્રિટન, આયરલેન્ડ, બેલ્જિયમ, નેધરલેન્ડ,નોર્વે, ઇટલી, ફ્રાંસ અને રોમાનિયામાં આ બીમારીના 169 કેસ નોંધાયા છે. બ્રિટનમાં સૌથી વધુ 114 કેસ નોંધાયા છે.


આ બીમારી કઇ ઉંમરના બાળકોને બનાવી રહ્યી છે શિકાર


રિપોર્ટ મુજબ  અત્યાર સુધી આ બીમારીના જે કેસ સામે આવ્યા છે. તેની ઉમર 1 મહિનાથી 16 વર્ષની છે. આ બાળકોની ગંભીરતાનો અંદાજ તેના પરથી લગાવી શકાય છે કે આ બીમારીથી પીડિત 17 બાળકોના લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા પડ્યા છે.


અત્યાર સુધીની તપાસનું તારણ


WHO ની ટીમના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં દુનિયામાંથી આ બીમારીના 169 કેસ મળ્યાં છે. જેમાં 74 દર્દીમાં એડિનોવાયરસ નામના સામાન્ય કોલ્ડના વાયરસ મળ્યાં છે.આ બીમારીથી પીડિત  20 દર્દીમાં કોરોનાના વાયરસનું પણ સંક્રમણ  પણ જોવા મળ્યું. 169 કેસમાંથી 19 કેસ એવા છે જેમાં એડિનોવાયરસ અને કોરોના બંનેનું સંક્રમણ જોવા મળ્યું.


શું છે તેના લક્ષણો


આ બીમારીથી પીડિત દર્દીમાં લિવર, બળતરા, પેટમાં દુખાવો, ડાયરિયા અને ઉલ્ટી જેવી સમસ્યા જોવા મળે છે. આપને પણ જો આવા કોઇ લક્ષણો દેખાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી.