Health Tips:કોરોનાના કાળમાં હવે દરેક લોકો એ સમજી ગયા છે કે, કોઇ પણ બીમારી સામે લડવાં માટે ઇમ્યુન સિસ્ટમને દુરસ્ત રાખવી જરૂરી છે. ખાસ કરીને મહામારીમાં લોકોને ઇમ્યુનિટીની કિંમત સમજાય અને તેના માટે વધુ સજાગ થયા ઇમ્યુનિટીનો આધાર આપની આહાર અને જીવનશૈલી પર રહેલો છે. પોષણ યુક્ત આહાર સાથે નિયમિત યોગ અને એક્સરસાઇઝથી ઇમ્યુનુટીને મજબૂત કરી શકાય છે. કેટલાક ફૂડ એવા છે. જેને ડાયટમાં સામેલ કરીને ઇમ્યુનિટીને બૂસ્ટ કરી શકાય છે


તંદુરસ્તીનો મોટાભાગનો આઘાર જીવનશૈલી અને આહાર શૈલી પર રહેલો છે. જો નિયમિત પોષણ યુક્ત આહાર અને વર્કઆઉટને સામેલ કરવામાં આવે તો બીમારીથી નિશ્ચિત રીતે શરીરને બચાવી શકાય છે.


આદુ ઇમ્યુનિટિને વધારવા માટેનો બેસ્ટ ઓષધ છે. જે શરીરને ગરમ રાખે છે. હાલ મોસમ હળવી ઠંડક પણ સામેલ થઇ ગઇ છે. આપ ડાયટમાં આદુને સામેલ અવશ્ય કરો. તેમાં પ્રોટીન, ફેટ, ઇમ્યુનિટિ બૂસ્ટ કરતા તત્વો છે.


ગ્રીન વેજિટેબલ્સ અને ફળો પણ ઇમ્યુનિટી બૂસ્ટર છે. આપ ડાયટમાં સાગ, પાલક, મેથીને અવશ્ય સામેલ કરો. જે સ્વાસ્થ્યવર્ધક હોવાની સાથે સ્વાદિષ્ટ પણ છે.


શક્કરિયા કાર્બોહાઇડ્રેટનો સારો સ્ત્રોત છે આ સિવાય તેને ફાઇબરનું પાવર હાઉસ પણ કહેવાય છે. તેમાં પોટેશિયમ, વિટામિન બી-6, બીટા કેરોટીન ઇમ્યૂનિટીને બૂસ્ટ કરવામાં મદદ કરે છે. આ સાથે તે એલર્જીથી પણ રક્ષણ આપે છે.


આમ તો હળદરનો ઉપયોગ રોજ રોજિંદી રસોઇમાં થાય છે. હળદરના અનેક ફાયદા છે. તેના સેવનથી મમેરી પાવર પણ વધે છે અને મૂડ સારો રહે છે. તે વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે.


ત્વચા માટે વરદાન છે નારિયેળ તેલ



  • તે સેચુરેટેડ ફેટથી ભરપુર છે.

  • ત્વચા સંબંધિત બીમારીને કરે છે દૂર

  •  આ તેલમાં વિટામિન ઇ છે ભરપૂર

  • આ તેલ એન્ટિઓક્સિડન્ટસ ગુણથી ભરપૂર

  • જે વાળ અને ત્વચા માટે ફાયદાકારક છે.

  • મસાજથી સ્કિન પર નેચરલ ગ્લો આવશે

  • કરચલીઓને દૂર કરી સ્મૂધ સ્કિન આપશે

  • દાઝ્યા સહિતના ડાઘને કરશે દૂર 

  • વર્જિન નારિયેળનો પ્રયોગ ગુણકારી


Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.