Fruits good for Eyes: આપણી આંખો ખૂબ જ સંવેદનશીલ અંગ છે. જેની થોડી વધુ કાળજીની જરૂર છે. લાંબા સમય સુધી યોગ્ય રીતે કાર્ય કરવા માટે, તેમને ઘણા વિટામિન્સ અને પોષક તત્વોની જરૂર છે. આજકાલ લોકો લેપટોપ અને મોબાઈલનો ખૂબ ઉપયોગ કરે છે. તેનાથી આંખો પર વધારાનું દબાણ પણ આવે છે.

આંખોની શુષ્કતા વધે છે, આંખો સ્પષ્ટ જોઈ શકતી નથી અને માત્ર પુખ્ત વયના લોકો જ નહિ, બાળકો પણ નાની ઉંમરમાં આ બધી આંખ સંબંધિત સમસ્યાઓથી પરેશાન થઈ રહ્યા છે. આંખોને સ્વસ્થ રાખવા માટે આહાર પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. આંખની તંદુરસ્તી જાળવવા માટે વિટામિન A, C અને E ખૂબ જ જરૂરી છે. ચાલો જાણીએ એવા ફળો વિશે જેમાં આ બધાં વિટામિન હોય છે.

પપૈયાનું સેવન તમને અઢળક ફાયદા આપશે

પપૈયું અનેક મિનરલ્સ, એન્ટીઓક્સીડેન્ટ્સ અને એન્ઝાઇમ્સનો ભંડાર છે, જે આંખને લગતી અનેક સમસ્યાઓને દૂર રાખે છે. આ ખાવાથી આંખોની રોશનીમાં  વધારો થાય છે અને વધતી ઉંમર સાથે પણ સ્વસ્થ રહે છે. પપૈયાનું સેવન તમને અનેક રીતે ફાયદા પહોંચાડે છે. જો દરરોજ પપૈયાનું સેવન કરવામાં આવે તો તમને અન્ય ઘણા બધા સ્વાસ્થ લાભ થશે

આંખો માટે કેરી બેસ્ટ 

કેરીમાં વિટામિન A અને વિટામિન E મળી આવે છે. જ્યાં વિટામિન A તમારી આંખોની સપાટી પરના ચેપ અને બેક્ટેરિયાને દૂર કરવાનું કામ કરે છે.  વિટામિન E આંખોની રોશની સુધારે છે. વિટામિન E એ એન્ટીઑકિસડન્ટ પણ છે, જે આંખોને ફ્રી રેડિકલથી થતા નુકસાનથી બચાવે છે. વિટામિન Aની ઉણપથી આંખોમાં શુષ્કતા આવી શકે છે. કેરીનું સેવન તમારી આંખો માટે બેસ્ટ છે. 

ગાજરને તમારા ડાયેટમાં સામેલ કરો 

ગાજર એ વિટામિન A અને બીટા કેરોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. જે આંખોની રોશની વધારવા માટે જરૂરી છે. આ સિવાય ગાજરમાં બીટા કેરોટીન, ફાઈબર, વિટામિન K1, પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ પણ ભરપૂર માત્રામાં હોય છે. જે આંખોને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે. તે ઓક્સિડેટીવ સ્ટ્રેસથી થતા નુકસાનથી પણ આંખોનું રક્ષણ કરે છે. ગાજર ખાવાના અન્ય ઘણા બધા ફાયદા છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે તમને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. 

આંખોને લઈ આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

લેપટોપ, મોબાઈલ અને ટીવીની સામે સતત બેસી ન રહો. કામ કરતી વખતે તમારી આંખોને  વિરામ આપો.લાઇટ બંધ કર્યા પછી મોબાઇલ અને લેપટોપનો ઉપયોગ ન કરો, તેનાથી આંખો પર વધારાનું દબાણ આવે છે.તમારી દિનચર્યામાં આંખોની રોશની સુધારતી કસરતનો સમાવેશ કરો.

શિયાળાની ઠંડીમાં વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, સવારે ઉઠતા જ કરી લો આ કામ,રહેશો ફાયદામાં