Women health tips:જેમ જેમ ઉંમર વધતી જાય છે, આપને કેટલાક મેડિકલ ટેસ્ટ કરાવવા જરૂરી બની જાય છે. 50 થી 60 વર્ષની ઉંમરે મહિલાઓએ હૃદય, આંખ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હાડકા અને કોલેસ્ટ્રોલની તપાસ કરાવવી જરૂરી છે.
ઉંમરની સાથે પછી તે સ્ત્રી હોય કે પુરુષ, અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ પરેશાન કરવા લાગે છે. આજની લાઈફસ્ટાઈલમાં બહુ ઓછા લોકો એવા હોય છે જેમને 50 વર્ષ પછી શરીરમાં કોઈ પણ પ્રકારની બીમારી નથી થતી. 50 થી 60 વર્ષની ઉંમર એવી હોય છે જેમાં મહિલાઓ પણ ઘણી સમસ્યાઓથી ઝઝૂમી રહી હોય છે. આવી સ્થિતિમાં, લક્ષણો દેખાય ત્યારે પરીક્ષણ કરાવવા કરતાં તમારા રોગને અગાઉથી ઓળખી લેવું વધુ સારું છે.
50 વર્ષની ઉંમરે દર વર્ષે કેટલાક મેડિકલ ટેસ્ટ કરાવવા જોઈએ. આ ઉંમરે મહિલાઓને બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, હૃદય અને આંખો સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે. જો તમે સમયસર ટેસ્ટ કરાવો તો સમસ્યા ગંભીર બનવાથી બચાવી શકાય છે. ચાલો જાણીએ કે 50 અને 60 વર્ષની વયની મહિલાઓ માટે કયા ટેસ્ટ જરૂરી છે.
50 વર્ષની ઉંમર પછી તબીબી તપાસ
50 વર્ષની ઉંમરે હાર્ટ ચેક-અપ, તમારે દર વર્ષે ECG, Echo, EKG (ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ) BP અને TMT કરાવવું જોઈએ.સાયકોલોજિકલ સ્ક્રીનિંગ આ ઉંમર સુધીમાં મહિલાઓ મેનોપોઝ થઈ જાય છે, જેના કારણે મહિલાઓને મૂડ સ્વિંગ, ડિપ્રેશન, નિંદ્રા, ચીડિયાપણું જેવી સમસ્યાઓ થવા લાગે છે. આ ઉંમરે 75% સ્ત્રીઓમાં હોર્મોન ફેરફારો થાય છે.
કોલેસ્ટ્રોલ ટેસ્ટ
તમારે દર વર્ષે કોલેસ્ટ્રોલની તપાસ કરાવવી જોઈએ. જો આપને ડાયાબિટીસ, હાર્ટ કે કિડનીને લગતી કોઈ સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ પર પણ જલ્દી ટેસ્ટ કરાવતા રહો.
60 વર્ષની ઉંમર પછી તબીબી તપાસ
બ્લડ પ્રેશર તપાસ
હાઈ બ્લડ પ્રેશર સાયલન્ટ કિલર માનવામાં આવે છે, કારણ કે તેના લક્ષણો દર્શાવ્યા વિના, સ્ટ્રોક અને હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. એટલા માટે તમારે તમારું મેડિકલ ચેક-અપ નિયમિતપણે કરાવવું જોઈએ.
બોન ડેન્સિટી ટેસ્ટ
60 વર્ષની ઉંમરે, પુરુષો અને સ્ત્રીઓ બંનેને હાડકાં સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વૃદ્ધોને આ ઉંમરે ઓસ્ટીયોપોરોસીસનું જોખમ વધી જાય છે. તેથી, વર્ષમાં એકવાર બોન ડેન્સિટી ટેસ્ટ કરાવો.
આંખનું ચેક અપ
ઉંમર વધવાની સાથે આંખોમાં મોતિયા કે ગ્લુકોમાની ફરિયાદ રહે છે. જેની નિયમિત પણે ડૉક્ટરની સલાહ લઈને તમારી આંખોની તપાસ કરાવતા રહેવું રહેવું જોઈએ.