Ajwain Benefits: અજમો શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. અજમો શરીરમાં જડીબુટ્ટીનું કામ કરે છે.  ભોજનમાં સ્વાદ વધારવાની સાથે  અજમો સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક  છે. શરીર માટે જરૂરી ઘણા પ્રકારના પોષક તત્વો અજમામાં મળી આવે છે. અજમાની અંદર  ફાઈબર, ફોસ્ફરસ, કેલ્શિયમ,  પ્રોટીન, આયર્ન અને અન્ય ઘણા પોષક તત્વો મળી આવે છે. પાચન સંબંધી સમસ્યાઓથી રાહત મેળવવા માટે અજમાને સૌથી અસરકારક  માનવામાં આવે છે. આવો જાણીએ અજમાના સેવનથી શું થાય છે ફાયદા.....


ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓ માટે અજમો ખાવો ફાયદાકારી છે. તેનાથી લોહી સાફ રહે છે અને આખા શરીરમાં બ્લડ સર્કુલેશન પણ સંતુલિત રહે છે.


અજમો પાચન ક્રિયાને ઠીક બનાવે છે. રોજ જમ્યા પછી અજમાની ફાંકી લેવાથી પાચનતંત્ર સારુ રહે છે. અપચો દૂર કરવામાં મદદરૂપ છે. આ ઉપરાંત તમે અજમો, સંચળ અને સૂઠનુ ચુરણ બનાવીને સેવન કરી શકો છો. આવુ કરવાથી ગેસ નહી બને. 


બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે 


અજમો ફાઈબર અને પોટેશિયમથી ભરપૂર હોય છે, જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ સાથે તે હૃદય સંબંધિત બીમારીઓને દૂર કરવામાં પણ મદદરૂપ છે. પાચનમાં મદદગાર અજમાના ઉપયોગથી પેટ સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે. આ સાથે તે અપચો, પેટનું ફૂલવું, ગેસ વગેરેની સમસ્યાને દૂર કરે છે. 


વજન ઘટાડવામાં મદદરૂપ 


અજમાનું સેવન વજન ઘટાડવામાં મદદ કરે છે. આ સાથે જ તે ચયાપચયમાં વધારો કરવાની સાથે પાચનમાં સુધારો કરે છે. અજમા અને પાણીનું મિશ્રણ ગેસની સમસ્યાને ઓછી કરવા માટે ફાયદાકારક છે. સાંધાના દુખાવામાં રાહત આપે છે અજમાનું સેવન કરવાથી સંધિવા અને સાંધાના દુખાવા જેવા રોગોમાં મદદ મળે છે. અજવાઈનમાં હાજર ગામા-ટેર્પીનીન પેપ્ટીક અલ્સર, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. 


ત્વચા માટે ફાયદાકારક 


અજમાની અંદર એન્ટી ફંગલ ગુણ હોય છે, જે ત્વચા માટે ફાયદાકારક છે. તેના સેવનથી ખીલ, એક્જિમા અને ફંગલ ઇન્ફેક્શનથી રાહત મળે છે.


અજમાને વાટીને 4 ચમચી દહીમાં નાખો. આને રાત્રે સૂતી વખતે આખા ચહેરા પર લગાવો અને સવારે ગરમ પાણીથી ચહેરો સાફ કરી લો. આનાથી પિંપલ મટી જાય છે. આ ઉપરાંત કાકડીના રસમાં અજમો વાટીને ચહેરા પર લગાવવાથી ડાર્ક સર્કલ દૂર થાય છે.