Tea Side effect : એક ચીઝ છે, જે દુનિયાભરમાં ભારતીયોને એકસૂત્રતાથી બાંધે છે અને તે છે ચાય... ભારતીયોમાં એક ચીજ કોમન છે. મોટાભાગના ભારતીયોની સવાર ચાના કપથી શરૂ થાય છે. ચા વગર લોકો સવારની તાજગી અનુભવી શકતા નથી. ચાના વ્યસની માટે ચા જ સંપૂર્ણ દિવસ એનર્જેટિક રાખવા માટેનું પીણું છે. જો કે ખાલી પેટ ચાય પીવાથી માંડીને દિવસભરમાં બેથી ત્રણ કપ ચાય પીવી આપને માટે અનેક રીતે નુકસાનકારક છે.
જો તમે સવારે ખાલી પેટ ચા પીતા હોવ તો તો તમારું પેટ પણ ફૂલી શકે છે. ગેસ અને એસિડિટીની સમસ્યા પણ આપને પરેશાન કરી શકે ચે. , ચામાં કેફીન હોય છે. જેના કારણે પેટમાં ગેસ બને છે. આ રીતે, તમારે પાચન શક્તિની ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, આ સ્થિતિમાં તમારી આંતરડા પણ બગડી શકે છે.
ચા પીવાના નુકસાન
અનિંદ્રાની સમસ્યા
વધારે ચા પીવાથી ઊંઘ ઓછી આવે છે. ઊંઘ ન આવવાના કારણે તમારે તણાવ, ત્વચા પર તેની અસર સૌ પ્રથમ જોવા મળે છે, રિંકલ સહિતની સમસ્યાઓ થાય છે.
બ્લડ પેશરની સમસ્યા
વધુ પડતી ચા પીવાથી બ્લડ પ્રેશરને પણ અસર થાય છે. જો તમે હાઈ બ્લડ પ્રેશરના દર્દી છો તો વધુ પડતી ચા પીવાનું ટાળો. આ તમારા સ્વાસ્થ્યને અસર કરી શકે છે.
ખીલ
ચાના વધુ પડતા સેવનથી શરીરના હોર્મોન્સ અસંતુલિત થઈ જાય છે, જેના કારણે ખીલ અને પિમ્પલ્સ જેવી સમસ્યા થાય છે.
ડિહાઇડ્રેશનની સમસ્યા
જો તમે વધારે પ્રમાણમાં ચા પીતા હોવ તો તમારે ડિહાઈડ્રેશનનો સામનો કરવો પડે છે. ખરેખર, દૂધની ચામાં રહેલું કેફીન શરીરના પાણીને શોષી લે છે, જેના કારણે ડિહાઇડ્રેશન થાય છે.
નર્વસનેસ
વધુ પડતી ચા પીવાથી તમને નર્વસનેસ થઈ શકે છે. વાસ્તવમાં ચામાં ટેનીન જોવા મળે છે, જે તમારી સમસ્યાનું કારણ બને છે.જો તમે એન્ટિબાયોટિક્સ લેતા હોવ તો ચા પીવાનું ટાળો. આ તમારી દવાઓની અસરકારકતા ઘટાડી શકે છે. આ રીતે, કોઈપણ પરિસ્થિતિમાં, વધુ પડતી ચા પીવાનું ટાળો જે દરેક રીતે નુકસાનકારક છે.
ચાય છોડવાના ફાયદા
એક મહિના માટે ચા છોડી દેવાથી શરીરમાં તંદુરસ્ત ફેરફારો જોઇ શકાશે. સૌ પ્રથમ તો કેફિનનુ સેવન ધટતા સારી ઊંઘ માણી શકશો. ચા છોડી દેવાથી ગેસ, એસિડિટી, પેટ ફુલવાની, સમસ્યાથી બચી શકાશે. ચા છોડવાથી શરીરમાં મુક્ત રેડિકલ ઘટાડી શકાય છે, જેનાથી સેલ્યુલર સ્વાસ્થ્યને પ્રોત્સાહન મળે છે. આ પાચન સંબંધી રોગો અને અમુક પ્રકારના કેન્સરને રોકવામાં પણ ચા છોડવાથી મદદ કરી શકે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો