Health:નાની ઉંમરમાં તમારા હાડકાં નબળાં પડી રહ્યાં છે?. આપ હલનચલન કરો છો તો કટક-કટનો નો અવાજ આવે છે? છે, તો તેનું કારણ છે તમારા હાડકા નબળા થઇ રહ્યાં છે. જેના માટે આપનો અયોગ્ય આહાર જવાબદાર છે.


અયોગ્ય આહાર અને અને ખરાબ જીવનશૈલી આપણા સ્વાસ્થ્યને અસર કરી રહી છે. આજકાલ લોકો નાની ઉંમરમાં હાડકાં સંબંધિત સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે. નાની ઉંમરે પણ જ્યારે થોડી હલચલ થાય છે ત્યારે હાડકાંમાંથી કટ-કટનો અવાજ આવવા લાગે છે. આ સિવાય સાંધાના દુખાવાની સમસ્યા પણ સામાન્ય બની ગઈ છે. હાડકાં નબળા પડવાનું સૌથી મોટું કારણ ખરાબ આહાર છે. અમુક ખાણી-પીણીના નિયમિત અને વધુ પડતા સેવનથી હાડકાંમાંથી કેલ્શિયમ ગાયબ થવા લાગે છે. જેના કારણે હાડકા અંદરથી પોલા થવા લાગે છે.આવો જાણીએ કે કઈ વસ્તુઓના વધુ પડતા સેવનથી હાડકાનું કેલ્શિયમ ઓછું થવા લાગે છે.


 પાલક- અલબત્ત પાલક ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ પાલકમાં ઓક્સાલેટનું પ્રમાણ વધુ હોય છે જે કેલ્શિયમના શોષણને અસર કરે છે. આ જ કારણ છે કે તમારે પાલક જેવી શાકભાજીનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ નહિતો તે હાંડકાને નબળા કરી શકે છે.


કોલ્ડ ડ્રિંક- કોલ્ડ ડ્રિંક પીવાની ખૂબ મજા આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ કોલ્ડ ડ્રિંક્સ તમારા હાડકાને પોલા બનાવી શકે છે. વાસ્તવમાં, કાર્બન ડાયોક્સાઇડ અને ફોસ્ફરસ ઠંડા પીણામાં જોવા મળે છે, જેના કારણે કેલ્શિયમ શરીરમાં શોષી શકતું નથી, અને તે તમારા હાડકાંને નબળા બનાવે છે.


 મીઠું- વધુ પડતું મીઠું ખાવાથી શરીરમાં કેલ્શિયમની માત્રા ઓછી થઈ જાય છે, જેના કારણે હાડકાં નબળા પડે છે. મીઠામાં સોડિયમ હોય છે, જે શરીરમાં પ્રવેશ્યા પછી, પેશાબ દ્વારા શરીરમાંથી કેલ્શિયમને દૂર કરે છે અને તમે હાડકાં સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે.


 કોફી અને ચા- વધુ પડતા કોફી અને ચાનું સેવન કરવાથી પણ હાડકાં નબળા પડે છે. કારણ કે તેમાં કેફીન હોય છે જે હાડકાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે.


 જંક ફૂડ- તેમાં રહેલી સંતૃપ્ત ચરબી, ખાંડ, મીઠું જેવી વસ્તુઓ કેલ્શિયમનું શોષણ ઘટાડીને હાડકાંને નબળા બનાવે છે.અથાણું ખાવાથી પણ હાડકાં નબળાં પડે છે. કારણ કે તેમાં મીઠું અને પ્રિઝર્વેટિવ્સનું પ્રમાણ વધુ હોય છે. તે હાડકામાંથી કેલ્શિયમને શોષી લે છે અને તેને પેશાબ દ્વારા દૂર કરે છે