Weight Loss Snacks:ડાયટિંગ દરમિયાન આપને સ્નેકસ હેલ્ધી જ પસંદ કરવો જોઇએ.  આપ સ્નેકસમાં રોસ્ટેડ પીનટ, ચણા, મટર, મખાના ખાઇ શકો છો.

લોકો વજન ઘટાડવાના ચક્કરમાં ડાયટિંગ કરે છે. જો કે ડાયટિંગમાં ક્રેવિગ ખૂબ વધી જાય છે. તેને કંટ્રોલ કરી મુશ્કેલ છે. આ સમયે જો હેલ્થી સ્નેક્સ લેવામાં આવે તો વજન પણ નથી વધતું અને ભૂખ પણ સંતોશાય છે. તો જાણીએ ડાયટિંગમાં એવા ક્યાં ફૂડ છે. જેને સ્નેકસના મેનુમાં સામેલ કરી શકાય.

મખાનાડાયટિંગ કરતી વ્યક્તિ માટે મખાના એક બેસ્ટ નાસ્તાનું ઓપ્શન છે. મખાનામાં કેલેરી ખૂબ જ ઓછું હોય છે. જ્યારે સોડિયમની માત્રા વધુ હોય છે. મખાનામાં કાર્બોહાઇડ્રેઇટસની માત્રા વધુ હોય છે. તો આપને જ્યારે પણ ભૂખ લાગે મખાન ખાઇ શકો છો આપ રોસ્ટેડ મખાના પણ ખાઇ શકો છો. 

મટરજો આપને હેલ્થી કે કઇ ચટપટું ખાવાનું મન કરે તો આપ રોસ્ટેડ મટર ખાઇ શકો છો. રોસ્ટેડ મટર પણ હલ્ધી સ્નેકસ છે. 

ચણાચણા વજન ઘટાડતાં ડાયટમાં બેસ્ટ સ્નેકસ છે. રોસ્ટેડ ચણા ખાવાથી ભરપૂર માત્રામાં ફાઇબર અને પ્રોટીન મળે છે. જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. શેકેલા ચણા સ્વાદમાં પણ સ્વાદિષ્ટ લાગે છે.ચણા ખાવાથી ભૂખ સંતોષાય છે. જેથી ક્રેવિગ નથી થતું અને અન્ય અનહેલ્થી જંક ફૂડ ખાવાથી પણ બચી શકાય છે. ચણાને ડાયટમાં સામેલ કરવાથી વાંરવાર લાગતી ભૂખની સમસ્યાથી પણ રાહત મળે છે. 

સીડસડાયટિંગ દરમિયાન આપ સીડનને સ્નેકસમાં સામેલ કરો.આપ આપની પસંદના કોઇ પણ સીડસને શેકીને ખાઇ શકો છો. સૂરજમુખ, અળશી,ના બીજ પણ લઇ શકાય તેનાથી ભૂખ સંતોય છે અને વજન પણ નિયંત્રણમાં રહે છે. 

બદામ બદામ ખાવાથી શરીરને ભરપૂર માત્રામાં ફાઇબર મળે છે. હેલ્ધી સ્નેકસ માટે આપ રાતે પાણીમાં પલાળેલી બદામના 5થી7 દાણા સવારે લો. જે વધુ ફાયદાકારક છે. તેનાથી વજન કન્ટ્રોલ કરવામાં પણ મદદ મળે છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો