Amla  Benefits: આમળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આયુર્વેદમાં આમળાનો ઉપયોગ દવા તરીકે થાય છે. આમળાને વિટામિન સીનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદરૂપ છે. વિટામિન સી ઉપરાંત વિટામિન એ, બી કોમ્પ્લેક્સ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, કાર્બોહાઈડ્રેટ અને ફાઈબર જેવા ગુણો પણ આમળામાં જોવા મળે છે, જે શરીરને ઘણા ફાયદા પહોંચાડવામાં મદદરૂપ થાય છે. વાળના ગ્રોથ માટે પણ આમળાનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે.    


આમળા વિટામિન Cનો શ્રેષ્ઠ સ્ત્રોત


આમળાને વિટામિન સીનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ છે.  આમળા પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે. રોજ આમળાનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. આમળા બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. આમળાના સેવનથી ડાયાબિટીસને નિયંત્રિત કરી શકાય છે.   


આમળા વાળના સ્વાસ્થ્ય માટે સારા


આમળા વાળના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. આમળામાં રહેલા ગુણો વાળને મજબૂત અને ચમકદાર બનાવવામાં મદદરૂપ છે. આમળામાં ઘણા તત્વો મળી આવે છે જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે. આમળાના સેવનથી કોલેસ્ટ્રોલને પણ નિયંત્રિત કરી શકાય છે.   


આમળા કુદરતી ડિટોક્સિફાયર તરીકે કામ કરે છે અને ત્વચામાંથી ઝેરી તત્વોને દૂર કરે છે. આમળામાં હાજર ફાઇબર ભૂખને નિયંત્રિત કરે છે અને ચયાપચયને પ્રોત્સાહન આપે છે, જેનાથી વજન નિયંત્રણમાં રહે છે.    


પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે 


ઘણા ફળોની જેમ આમળામાં પણ વધારે પ્રમાણમાં ફાઈબર હોય છે જે પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે. તેથી આંમળાના સેવનથી પેટ સંબંધી બીમારીઓ દૂર થાય છે. વજન ઓછું કરવા માટે કાચા આમળા ખાઓ. તે ઉપરાંત આમળાના પાવડરને મધ અને હુંફાળા પાણીની સાથે પીઓ. થોડા દિવસમાં ફરક જોવા મળશે. આમળામાં રહેલા મિનરલ્સ અને વિટામિન પિરિઅડમાં પેડના દુખાવાની સમસ્યાથી રાહત આપે છે અને માસિક સ્રાવને નિયમિત કરવામાં મદદ કરે છે. આંબળાનો પાવડર હૃદયના સ્નાયુઓને મજબૂત બનાવે છે. તેનાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે. 


Lungs Function: તમારા ફેફસાં યોગ્ય રીતે કામ કરી રહ્યાં છે કે નહીં, આ રીતે કરો ટેસ્ટ