Health tips:કોરોનાની સારવાર દરમિયાન ઘણા દર્દીઓ પર દવાઓની અસર થઈ ન હતી, જ્યારે કેટલાક દર્દીઓએ લાંબા સમય બાદ દવાએ તેની અસર બતાવી હતી. આ વિષય પરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે શા માટે એન્ટિબાયોટિક્સ લોકો પર અસર નથી કરી રહ્યી.


વર્ષ 2019 માં, લગભગ 50 લાખ લોકો કોઈ ચોક્કસ કારણસર મૃત્યુ પામ્યા. મૃત્યુનો આ આંકડો 2020માં કોરોનાને કારણે થયેલા મૃત્યુ કરતાં લગભગ બમણો છે. આ મૃત્યુ પર એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં જાણવા મળ્યું કે દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ એન્ટીબાયોટીક્સ ખરીદે છે અને ડોક્ટરની સલાહ લીધી વિના  ખાઇ છે. લોકો આ ત્યારે કરે છે જ્યારે તે નાની-નાની બીમારી પરેશાન હોય છે. જાતે દવા લીધા બાદ  જ્યારે રોગ વધતો જાય છે અને ડૉક્ટર પાસે જાય છે આ સમયે ડોક્ટરે પ્રિસ્ક્રાર્બ કરેલી  દવાની અસર નથી થતી. કારણ કે, શરીર એન્ટિબાયોટિક પ્રતિરોધક બની જાય છે.  જો તમે સાદી ભાષામાં સમજીએ તો શરીર પર ભારેથી ભારે એન્ટિબાયોટિકની અસર બંધ થઈ જાય છે કારણ કે 'તમારા પોતાના ડૉક્ટર' બનીને તમે શરીર પર દવાઓની અસર સાથે રમ્યા છો.


લેન્સેટ એ વિશ્વનું પ્રતિષ્ઠિત મેડિકલ જર્નલ છે. તે દવાઓ પર ઘણું સંશોધન કરે છે. તેમના મતે, વધુ એન્ટીબાયોટીક્સ ખાવાથી શરીર પર તેની અસર ઓછી થવા લાગે છે. આ અહેવાલમાં ખાસ કરીને Azithromycin નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનો ઉપયોગ ટોફીની જેમ દરેક ઘરમાં તબીબી સલાહ વિના કરવામાં આવતો હતો.


તમને લાગશે કે મેડિકલ સ્ટોર પર જે દવા મળે છે તે યોગ્ય હશે, કારણ કે સરકારની મંજૂરી વગર દવા વેચાતી નથી. આ માન્યતા તદ્દન ખોટી છે, ધ લેન્સેટ રિપોર્ટ દાવો કરે છે કે, ભારતમાં મોટાભાગની એન્ટિબાયોટિક્સ સેન્ટ્રલ ડ્રગ રેગ્યુલેટની મંજૂરી વિના વેચાઈ રહી છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ભારતમાં એન્ટીબાયોટીક્સનો ઉપયોગ સંતુલિત રીતે થતો નથી. એટલે કે લોકો મેડિકલ સ્ટોર પર જઈને એન્ટીબાયોટીક્સ મરજી પડે તેમ ખરીદે છે ખુદ પોતાના ડોક્ટર બનીને શરીર પર એક્સપરિમેન્ટ કરે છે.


આ આંકડાઓ જાણીને આપ ચોંકી જશો.2000 અને 2010 ની વચ્ચે, વિશ્વભરમાં એન્ટિબાયોટિકના વપરાશમાં 36 ટકાનો વધારો થયો છે.2019 માં, કુલ દવાઓમાં 77.1 ટકા એન્ટિબાયોટિક્સ વેચાઈ છે. વિશ્વમાં વેચાતી તમામ એન્ટિબાયોટિક્સમાંથી 72.1 ટકાને મંજૂરી આપવામાં આવી ન હતી.


ડૉક્ટરની સલાહ લેવી અને કોર્સ પૂરો કરવો વધુ સારું રહેશે


વિવિધ મેડિકલ રિપોર્ટ્સ વાંચ્યાં પછી એક નિષ્કર્ષ છે કે, જો તમે જાતે તબીબની સલાહ લીધી વિના જ મેડિકલ સ્ટોરમાંથી આપની બીમારી અનુસાર જે તે દવા ખરીદીને તેનું સેવન કરતાં હો તો આ આદત આપના માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. શરીરમાં થતી કોઇ પણ સમસ્યામાં તબીબની સલાહ લઇને જ સારવાર કરવી જોઇએ


Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.