Health Tips:શરીરમાં પાણીની ઉણપને કારણે અનેક સમસ્યાઓ વધવા લાગે છે. આજે આપણે વિગતે જણાવીશું કે શરીરમાં પાણીની ઉણપને કારણે કયા રોગનું જોખમ વધે છે.

જ્યારે શરીરને જરૂરિયાત મુજબ પાણી મળતું નથી ત્યારે શરીરમાં પાણીની ઉણપ થાય છે અને પછી લોકો ડિહાઇડ્રેશનનો શિકાર બને છે. ઘણા લોકો માને છે કે વધુ પડતી તરસનો અર્થ શરીરમાં પાણીની ઉણપ છે. પરંતુ અમે તમને વિગતવાર જણાવીશું કે, જ્યારે શરીરમાં પાણીની ઉણપ હોય ત્યારે કયા લક્ષણો દેખાય છે.

આમાંના કેટલાક લક્ષણો શરીરમાં પાણીની ઉણપ હોય ત્યારે દેખાય છે.

સતત માથાનો દુખાવો

જો તમને સતત માથાનો દુખાવો થતો હોય તો સમજી લો કે શરીરમાં પાણીની ઉણપ છે. પાણીની અછતને કારણે શરીર આવા સંકેતો આપે છે. આ સ્થિતિમાં, ડિહાઇડ્રેશન થાય છે જેના કારણે મગજમાં રક્ત પ્રવાહ અને ઓક્સિજનનો અભાવ હોય છે.

વારંવાર ક્રેવિંગ થવું

ડિહાઇડ્રેશનના કિસ્સામાં, લોકો ઘણીવાર ભૂખ અને તરસ વચ્ચે તફાવત કરવાનું ભૂલી જાય છે. તરસ અને ખોરાકની ક્રેવિંગને કારણે લોકો ભૂલથી, લોકો વધુ પડતું ખાવાનું શરૂ કરે છે.  તેના લીધે અપચાની સમસ્યા ઉત્પન થાય છે. આ સ્થિતિમાં ગળું પણ શુષ્ક થવા લાગે છે અને એસિડિટીની સમસ્યા થાય છે

શ્વાસમાં દુર્ગંધ આવવી

પાણીની  ઉણપને ને કારણે ઘણી વખત એવું બને છે કે, આપના  શ્વાસમાં દુર્ગંધ આવવા લાગે છે. ઓછું પાણી પીવાથી ગળું સુકાઈ જાય છે. જેના કારણે મોઢાની અંદર બેક્ટેરિયા પણ ફેલાવા લાગે છે.

હૃદયના ધબકારા વધી જવા

પાણીની ઉણપને કારણે શરીરમાં પ્લાઝ્મા કાઉન્ટ પણ ઘટી જાય છે. લોહીનો પ્રવાહ વધે છે જેના કારણે હૃદયના ધબકારા વધવા લાગે છે. જો આવા લક્ષણો જોવા મળે તો સમજવું કે શરીરમાં પાણીની કમી છે.

શુષ્ક અને નિસ્તેજ ત્વચા

શરીરમાં પાણીની ઉણપને કારણે ત્વચા શુષ્ક થવા લાગે છે. ત્વચા પર ફાઈન લાઈન અને કરચલીઓ પણ દેખાવા લાગે છે. તેથી, આપણે તપાસ કરી શકીએ છીએ કે શરીરમાં પાણીની ઉણપ છે કે નહીં.

શરીરમાં પાણીની ઉણપને કારણે આળસ પણ આવવા લાગે છે. આ ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય પર પણ તેની ખરાબ અસર પડે છે. પાણીની અછતને કારણે વ્યક્તિને ખૂબ ઊંઘ અને થાક લાગે છે.

કબજિયાતની સમસ્યા

આંતરડાની ગતિને કારણે કબજિયાત થાય છે. આવી સ્થિતિમાં શક્ય તેટલું વધુ પાણી પીવું જેથી આંતરડાની ગતિ ઝડપી બને. અને તે પેટને સાફ કરવામાં મદદ કરશે.