Eye Health Tips:આંખ આપણા શરીરનું બેહદ કિંમત અંગ છે. જો આપના આંખોની રોશની સતત નબળી થઇ રહી હોય તો જરૂરી છે કે આપના શરીરમાં કેટલાક વિટામિન્સની કમી થઇ રહી છે.
વિટામીન-A- આંખોની રોશની જાળવવા માટે A વિટામિન્સ જરૂરી છે. તેની પૂર્તિ માટે શક્કરિયા, પપૈયુ, ગાજર, કોળું, લીલા પાનના શાકભાજી ખાઇ શકો શકો છો.
આંખોની રોશનીને શાનદાર બનાવવા માટે વિટામિન્સ B પણ એટલું જ જરૂરી છે. આ વિટામિન્સની ઉણપથી સતત આંખની રોશનમાં કમજોરી આવે છે અને ચશ્માના નંબર વધવા લાગે છે.
શરીરમાં વિટામિન બી6, બી12ની કમી ન રહે તે માટે ડાયટમાં સીડ્સ, મિલ્ક પોડક્ટ,દાળ, બીન્સને સામેલ કરો.
આંખોની રોશની સુધારવા માટે વિટામિન Cને પણ અસરકારક પોષક માનવામાં આવે છે, તે આંખની જગ્યાને સુધારે છે અને અસ્પષ્ટ દ્રષ્ટિની ફરિયાદને દૂર કરે છે. આ પોષક તત્વો મેળવવા માટે નારંગી, લીંબુ, આમળા, મોસંબી, જામફળ, બ્રોકોલને ડાયટમાં સામેલ કરવા જોઇએ.
વિટામિન E આપણા શરીરમાં એન્ટીઓક્સીડેન્ટ તરીકે કામ કરે છે, જે આપણને ફ્રી રેડિકલના જોખમથી બચાવે છે. આ હાંસલ કરવા માટે, તમારે લીલા પાંદડાવાળા શાકભાજી, સૅલ્મોન માછલી, બદામ અને એવોકાડો ખાવા જોઈએ.
Health Tips: રાત્રે ગરમ દૂધનું સેવન ઔષધીની જેમ કરે છે કામ, મળે છે જબરદસ્ત ફાયદા
Milk Benefits: રાત્રે સૂતા પહેલા ગરમ દૂધ પીવું એ અમૃત સમાન છે. તે સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. તેનાથી ગાઢ નિંદ્રાનું સુખ પણ મળે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
જો આપ શરીરને ફિટ અને સ્વસ્થ રાખવા માંગો છો, તો આ માટે તમને દરરોજ દૂધનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. હા, કારણ કે આયુર્વેદ મુજબ દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો પણ માને છે કે, જો કોઈ કારણોસર તમે દિવસના કોઈપણ સમયે ખોરાક લેવા માટે અસમર્થ છો, તો તમે એક ગ્લાસ દૂધ પીને તેની ભરપાઈ કરી શકો છો. કેટલાક લોકોને દૂધ પીવું ખૂબ જ ગમે છે, જ્યારે કેટલાક લોકો એવા હોય છે જે દૂધને જોતા જ કંપી જાય છે. જો કે, આજના સમયમાં બજારમાં આવી ઘણી વસ્તુઓ છે, જેનું સેવન દૂધ સાથે કરવામાં આવે છે. જેના દ્વારા બાળકોને સરળતાથી દૂધ તરફ આકર્ષિત કરી શકાય છે અથવા જેના દ્વારા બાળકો દૂધ પીવામાં અચકાતા નથી. એવું માનવામાં આવે છે કે દિવસની તુલનામાં રાત્રે દૂધ પીવું સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. ચાલો જાણીએ કે રાત્રે દૂધ પીવાથી શું ફાયદા થાય છે.
કેલ્શિયમની ઉણપ દૂર કરે છે
કેલ્શિયમ આપણા શરીરમાં હાડકાં અને દાંતની વૃદ્ધિ અને મજબૂતી માટે જરૂરી છે. આવી સ્થિતિમાં દરરોજ રાત્રે ગરમ દૂધનું સેવન કરવાથી આપણા દાંત અને હાડકા મજબૂત બને છે.
દૂધ એ એનર્જી બૂસ્ટર છે
દૂધમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે. તેથી દરરોજ દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. રોજ રાત્રે એક ગ્લાસ હુંફાળું દૂધ પીવાથી બીજા દિવસની ઉર્જા જળવાઈ રહે છે. સાથે જ દૂધ પીવાથી સ્નાયુઓનો પણ વિકાસ થાય છે.
કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવો
જો તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન છો તો દૂધ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. કબજિયાતની સમસ્યાથી પરેશાન લોકો માટે ગરમ દૂધ ઔષધ જેટલું જ અસરકારક માનવામાં આવે છે.
થાક દૂર કરે છે
આજના સમયમાં લોકો કામમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે તેઓ પોતાના પર ધ્યાન આપી શકતા નથી. આવી સ્થિતિમાં થાક અને ચીડિયાપણું આવવાનું જ છે. આવી સ્થિતિમાં તમારે ગરમ દૂધને તમારી દિનચર્યાનો ભાગ બનાવવો જોઈએ. તેનાથી તમારી સમસ્યા દૂર થશે.
ગળા માટે પણ ફાયદાકારક છે
દરરોજ રાત્રે ગરમ દૂધનું સેવન કરવાથી ગળા સંબંધિત કોઈ સમસ્યા નથી થતી. જો તમને તમારા ગળામાં કોઈ પ્રકારની સમસ્યા છે, તો દૂધમાં એક ચપટી કાળા મરી મિકસ કરીને પીવું ફાયદાકારક છે.
તણાવ દૂર થશે
ઘણીવાર એવું બને છે કે ઓફિસેથી ઘરે પાછા આવ્યા પછી પણ આપણે તણાવમાં રહીએ છીએ. આ સ્થિતિમાં, હુંફાળું ગરમ દૂધ તમને તણાવમાંથી મુક્ત કરશે અને તમે રાહત અનુભવશો.
અનિંદ્રા
રોજ દૂધ પીવાથી તમને અનિદ્રાની સમસ્યાથી છુટકારો મળે છે. દરરોજ રાત્રે સૂતા પહેલા હળવું ગરમ દૂધ પીવાથી સારી ઊંઘ આવે છે.
Disclaimer: અહીં આપેલી સૂચના, માહિતી, માન્યતા કેટલીક જાણકારીને આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા, જાણકારી કે માહિતીની પુષ્ટી કરતું નથી. આ તમામ માન્યતાનું અમલીકરણ કરતાં પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ જરૂર લેવી.