Drinking Tea: ભારતમાં મોટાભાગના લોકો ચા પીવાનું પસંદ કરે છે. સવારમાં ભાગદોડમાં ઘણા લોકો ચા પીવાનું ચૂકી જાય છે પણ ચા પ્રેમીઓ સાંજની ચા ક્યારેય ચૂકતા નથી. પરંતુ શું તમે જાણો છો સાંજે ચા પીવી સ્વાસ્થ્યપ્રદ છે? તબીબી વિજ્ઞાન અનુસાર શ્રેષ્ઠ લીવર ડિટોક્સ અને સ્વસ્થ પાચન માટે સૂવાના સમયના 10 કલાક પહેલાં કેફીન ટાળવું ખુબ જ સારું છે. એટલે કે સુવાના 10 કલાક પહેલા ચા પીવાનું ટાળવું જોઈએ.


આયુર્વેદ નિષ્ણાત ડૉ. દીક્ષા ભાવસારે તેમની તાજેતરની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં ચા પીવા સંબંધિત કેટલાક મુદ્દાઓ શેર કર્યા છે. આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમે જાતે જ જુઓ કે સાંજે ચા પીવી કે ચા ટાળવી તમારા માટે શ્રેષ્ઠ છે.


સાંજે ચા કોણ પી શકે છે?


1) જે લોકો નાઇટ શિફ્ટમાં કામ કરે છે.


2) જે લોકોને એસિડિટી કે ગેસ્ટ્રિકની સમસ્યા નથી.


3) જે લોકોનુંપાચન સ્વસ્થ હોય છે.


4) જે લોકોને ચાનું વ્યસન નથી.


5) જે લોકોને ઊંઘની સમસ્યા નથી.


6) જે લોકો રોજ સમયસર ભોજન લે છે.


7) જે લોકો અડધી અથવા 1 કપથી ઓછી ચા પીવે છે.


સાંજની ચા કોને ટાળવી જોઈએ?


1) જે લોકો અનિદ્રાનો શિકાર છે.


2) જે લોકો ચિંતાથી પીડાય છે અને તણાવપૂર્ણ જીવન જીવે છે.


3) જે લોકો વધુ પડતી વાતની સમસ્યા છે


4) જે લોકો વજન વધારવા માંગે છે.


5) જે લોકો અનિયમિત ભૂખ ધરાવે છે.


6) જે લોકો હોર્મોનલ સમસ્યાઓથી પીડાય છે.


7) જેમને કબજિયાત / એસિડિટી કે ગેસની સમસ્યા હોય.


8) મેટાબોલિક અને ઓટો-ઇમ્યુન રોગો ધરાવતા લોકો.


9) જેનું વજન ઓછું હોય.


10) જેઓ સ્વસ્થ ત્વચા, વાળ અને આંતરડા ઈચ્છે છે.