Health Tips:આજની આપણી ભાગદોડ ફરી જિંદગી અને અનિયમિત આહારશૈલીના કારણે ગેસ એસિડીટિ હવે એક સામાન્ય સમસ્યા થઇ ગઇ છે. જેના કારણે પેટમાં માથામાં દુખાવો થાય છે. દર્દીને ચક્કર આવે છે.આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે એક અકસીર ઘરેલુ નુસખો છે. જેના દ્રારા આપ આ સમસ્યાથી  છુટકારો મેળવી શકો છો.


આખું જીરૂં ગેસ, એસિડીટિ અને પેટ ફુલવાની સમસ્યામાં કારગર છે. આ જીરાનું કેવી રીતે સેવન કરવાથી આપ ગેસની સમસ્યાથી મુક્તિ મેળવી શકો. જાણીએ.રાત્રે એક ગ્લાસ પાણીમાં 2 ચમચી જીરૂ પલાળી દો. સવારે આ પાણીને ગાળી લો અને ખા પેટે તેનું સેવન કરો. જો રાત્રે જીરૂ પલાળવાનું ભૂલાય જાય તો આપ સવારે એક ગ્લાસ પાણીમાં 2 ચમચી જીરૂ નાખીને તેને ઉકાળું ત્યારબાદ નવશેકુ થાય બાદ સેવન કરી શકો છો.


આ પ્રયોગથી ઝડપથી ગેસથી થતી સમસ્યાથી મુક્તિ મળે છે. ઉપરાંત તુલસી અને મરીને મિક્સ કરીને નવશેકા પાણી સાથે પીવાથી પણ ગેસની સમસ્યાથી મુક્તિ મળે છે.જે લોકોને ગેસ અને એસેડીટીની સમસ્યા હોય તેમણે તેમની લાઇફ સ્ટાઇલમાં થોડો ફેરફાર કરવાની જરૂર છે. ઠંડો અને વાસી ખોરાક સંપૂર્ણ બંધ કરી દેવો જોઇએ. ઉપરાંત રાત્રિના ભોજનમાં હળવો અને સુપાચ્ય ખોરાક જ લેવો જોઇએ. જે ફૂડથી એસિડિટી અને ગેસની સમસ્યા  થતી હોય તેને અવોઇડ કરવા જોઇએ. જો આપને દૂધથી ગેસ એસિડિટી થતી હોય તો ખાસ કરીને  દૂધ રાત્રે લેવાનું અવોઇડ કરવું જોઇએ.


વેક્સિનનો પ્રિકોશન ડોઝ લીધા બાદ માસ્ક પહેરવું કેટલું જરૂરી, જાણો શું કહે છે નિષ્ણાત


દુનિયાભરમાં વેક્સિનના પ્રિકોશન  ડોઝ લીધા બાદ માસ્ક કેટલું જરૂરી તે વિશે હજું સુધી કોઇ સ્પષ્ટ મત સામે નથી આવ્યો. નિષ્ણાતોના મત પણ આ મુદ્દે વિભિન્ન છે. શરૂઆતના રિસર્ચમાં પહેલા ડોઝ બાદ કોરોના સંક્રમણનું જોખમ છે.
કોરોનાના કેરને રોકવા માટે દુનિયાભરમાં વેક્સિનેશન અભિયાન ચાલ્યું હતું.જો કે સૌથી મોટી ચિંતા એ છે કે, વેક્સિનેશન  બાદ પણ  ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. આ સ્થિતિમાં એક્સપર્ટનો મત છે કે, માસ્ક જરૂર પહેરો. WHO (વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન) જૂન 2021ના અંતે ફરીથી ઘરમાં પણ માસ્ક પહેરવાન આગ્રહ કર્યો હતો.  WHOએ એવું પણ કહ્યું કે, બંને ડોઝ લીધા હોવા છતાં પણ બહાર જતી વખતે માસ્ક જરૂર લગાવવું જોઇએ.
એ સમયે અમેરિકાના કેટલાક વિસ્તારમાં વેક્સિનેટ લોકોને માસ્કથી મુક્તિ અપાઇ હતી. જો કે કેલિફોર્નિયામાં ફરીથી માસ્ક પહેરવાનો આદેશ કર્યો હતો. જો કે યૂએસ સેન્ટર ફોર ડીસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન હજું સુધી આ પ્રકારનું વલણ નથી અપનાવ્યું. નેશનલ નર્સેસ યૂનાઇટેડએ સીડીસીઆ સંદર્ભે પુનવિચાર કરવાનો આહવાન કર્યું છે.કેલિફોર્નિયાની વિશ્વવિદ્યાલયના સંક્રામર રોગના નિષ્ણાત પીટર ચિન હોંગનો મત છે કે, વેક્સિનેટ લોકો પણ કોરોનાથી સંક્રમિત થાય છે તેવા કેસ સામે આવતા હોવાથી તેના કારણે જ વેક્સિનેટ લોકોએ માસ્ક લગાવવું જરૂરી છે.
ફાઇઝર વેકિસનના એક અધ્યયનમાં જોવા મળ્યું કે, ફાઇઝર વેક્સિનની એક ડોઝમાં ડેલ્ટા સંસ્કરણના મુકાબલે લક્ષણ ધરાવતા રોગ સામે  માત્ર 34 ટકા અસરકારક હતી. જ્યારે પહેલાના આલ્ફા વેરિયન્ટમાં તે 51 ટકા હતી. બીજી બાજુ સ્કોટલેન્ડ અને અન્ય કેટલાક દેશોના આંકડા પર નજર કરીએ તો ફાઇઝરના બંને ડોઝ ડેલ્ટા વેરિયન્ટ સામે સુરક્ષા આપે છે. કેનેડા અને ઇંગ્લેન્ડના પ્રારંભિક અધ્યયનોમાં શોધકર્તાએ આલ્ફા વેરિયન્ટ સામે 93 ટકા ડેલ્ટા વેરિયન્ટ સામે 88 ટકા વેક્સિન અસરકારક હોવાનું સામે આવ્યું છે.


Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા   પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો