Health Tips: મૂડ બદલવો હોય, પાર્ટી કરવી હોય કે રજા માણવી હોય... આ બધું કરવાની સરળ રીત એ છે કે તમારું મનપસંદ ફાસ્ટ ફૂડ ઓનલાઈન ઓર્ડર કરો અને પછી સ્વાદને લિજ્જતથી માણો
ટેસ્ટી એટલે ફાસ્ટ ફૂડ અથવા એમ પણ કહો તો ચાલે કે, ફાસ્ટ ફૂડ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. કારણ કે તેના સ્વાદના કારણે જ કંટ્રોલ કરવું મુશ્કેલ થઇ જાય છે.
સ્વાદ બદલવા અને મૂડ બનાવવા માટે ફાસ્ટ ફૂડ ખાવામાં આવે તો કોઈ વાંધો નથી. પરંતુ હાલ યંગસ્ટર્સની રોજીંદી જિંદગીનો તે એક હિસ્સો બની ગયો છે. હવે નાના બાળકો પણ આ દિશામાં આગળ વધી રહ્યા છે. જેના કારણે આરોગ્ય બગડવાની ચિંતા જ નહીં પરંતુ પેઢીઓ બગડવાની ચિંતા આરોગ્ય નિષ્ણાતોને સતાવી રહી છે. કારણ કે જે બાળકો દરરોજ ફાસ્ટ ફૂડ ખાય છે તેમને શરીરને પૂરેપૂરું પોષણ મળતું નથી અને ઇમ્યનિટી ડાઉન થતાં રોગિષ્ટ બની જાય છે.
માથાનો દુખાવો
જે લોકો નિયમિતપણે ફાસ્ટફૂડ ખાય છે, તેઓ વારંવાર માથાનો દુખાવોની ફરિયાદ કરે છે. આ સમસ્યા અમુકમાં ઓછી અમુકમાં વધુ જોવા મળે છે. માથાનો દુખાવો થવાનું કારણ ફાસ્ટ ફૂડની વધુ પડતું સેવન જ છે. મોટાભાગના ફાસ્ટ ફૂડમાં સોડિયમનું પ્રમાણ વધુ હોય છે
ત્વચાની સમસ્યાઓ
જે યુવાનો અને કિશોરો પુષ્કળ પ્રમાણમાં ફાસ્ટ ફૂડ ખાય છે, તેઓને ત્વચાની સમસ્યા થવા લાગે છે. ખાસ કરીને ખીલ થવા, ચહેરા ડલ થઇ જવો , સ્કિન ઢીલી પડી જવી, રિંકલ પડી જવા, વગેરે સમસ્યા થઇ શકે છે. વધુ ફાસ્ટફૂડ ખાવાથી કેન્સર પણ થઇ શકે છે.
દાંતનો દુઃખાવા
આ વાત તમને આશ્ચર્યમાં મૂકી શકે છે, પરંતુ જે લોકો નિયમિતપણે ફાસ્ટ ફૂડ ખાય છે, તેમના દાંતની ઉંમર થોડી ઓછી થાય છે અને દાંતમાં અનેક પ્રકારની સમસ્યાઓ પણ શરૂ થાય છે. આનું કારણ એ છે કે, ફાસ્ટ ફૂડમાં મીઠું-ખાંડ અને કાર્બોહાઇડ્રેટ્સ ઉચ્ચ ટકાવારી ધરાવે છે અને તેઓ એકસાથે જે એસિડ બનાવે છે, તે દાંતના બાહ્ય પડને લગભગ બગાડે છે, જેના કારણે દાંતમાં પોલાણની સમસ્યા શરૂ થાય છે.
હાંફ ચઢવી
વારંવાર શ્વાસ ચઢવો કે શ્વાસ લેવામાં તકલીફ, ફાસ્ટ ફૂડ ખાનારા લોકોને પણ આ સમસ્યા થાય છે. આવું થવાના ઘણા કારણો છે જેમ કે શરીરને પોષણ ન મળવાને કારણે નબળાઈ આવવી, એનર્જીનો અભાવ અને વજન વધવું વગેરે. જ્યારે આવું થાય છે, ત્યારે થોડું શારીરિક કામથી પણ શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
હૃદય રોગ
ફાસ્ટ ફૂડનું રોજિંદું સેવન માત્ર જીવલેણ રોગને પણ નોતરે છે. આનું કારણ એ છે કે દરરોજ ફાસ્ટ ફૂડ ખાનારાઓ માટે હૃદય રોગનું જોખમ અનેકગણું વધી જાય છે. તેનું કારણ શરીરમાં બે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે.
આ સમસ્યા ખૂબ જ સામાન્ય છે
એવા ઘણા ઓછા લોકો છે, જેમને ફાસ્ટ ફૂડ ખાધા પછી પણ ચરબી વધવાની સમસ્યા નથી થતી. આ તેમની આનુવંશિકતા અને ચયાપચયને કારણે હોઈ શકે છે. જ્યારે મોટાભાગના લોકોના