Health Tips: ડુંગળીનો રસ કાનમાં નાખવાથી કાનમાં દુખાવાની સમસ્યા દૂર કરી શકાય છે. દુખાવાનો કારણો અને અન્ય ઉપાય જાણીએ


શિયાળાની સિઝન આમ તો મોટાભાગના લોકોને પસંદ હોય છે પરંતુ તે અનેક બીમારીઓને પણ લઇને આવે છે. શરદી, ઉધરસ, તાવ, શિયાળામાં કાનના દુખાવાની સમસ્યા સામાન્ય છે. જો કે કેટલાક લોકો તેને અવોઇડ છે. આજે અમે આપને દુખાવાના કારણો અને તેના સરળ ઉપાય જણાવીશું.


સામાન્ય રીતે વા મળે છે કે, કાનના દુખાવાની શિયાળાની સમસ્યા વધી જાય છે. તેનું મુખ્ય કારણ શરદી છે. શરદીના કારણે નાકથી કાન સુધી આવનાર યૂસ્ટેકિયન ટ્યૂબમાં સંક્રમણ ફેલાય જાય છે. તેના કારણે કાનમાં દુખાવાની સમસ્યા સર્જાય છે.


કાનમાં દુખાવો મહેસૂસ થતાં લસણના તેલનો પ્રયોગ પણ કરી શકો છો. તેના બનાવવા માટે આપ તેલમાં લસણના કળી નાખીને તેને ગરમ કરી લો, બાદ આ તેલ હુંફાળુ થયા બાદ તેના બે ડ્રોપ્સ કાનમાં નાખો, દુખાવાથી તરત જ રાહત મળશે.


વર્ષોથી આપણી દાદી-નાની કાનના દુખાવામાં સરસવના તેલનો ઉપયોગ કરવાની સલાહ આપતી હતી. સરસવના તેલને સૌ પ્રથમ ગરમ કરી લો અને હૂંફાળું થયા બાદ તેને બે ટીપાં કાનમાં નાખો તેનાથી દુખાવામાં રાહત થાય છે.


ડુંગળીનો રસ કાનની સમસ્યાને દૂર કરવામાં ખૂબ જ કારગર છે. ડુંગળીનો રસ કાઢીને તેના રસને દિવસમાં ઓછામાં ઓછા ત્રણ વખત નાખો. તેનાથી કાનના દુખાવાની સમસ્યા દૂર થશે. જો કે ધ્યાન રાખો કે, કાનમાં માત્ર 2 ડ્રોપ્સ જ નાખવા.


Coffee Face Pack Benefits: સ્કિનને પાર્લર જેવો આપે છે નિખાર,  આ રીતે કોફીનો બનાવો ફેસ  પેક 


Coffee face pack benefits homemade coffee face pack recipes for glowing skin


Coffee, face pack, benefits, homemade, coffee face, pack, glowing skin,


Coffee for Skin: કોફી તમારી ત્વચાના સોજો ઘટાડવામાં પણ મદદ કરે છે. એટલું જ નહીં, કોફીમાંથી  મળતું વિટામિન B.3 તમને ત્વચાના કેન્સરથી બચાવવામાં પણ મદદ કરે છે.


કોફી ન માત્ર બોડી ને મગજને તરોતાજા કરે છે. પરંતુ આપની સ્કિનને પણ રિલેક્સ કરવામાં મદદ કરે છે. કોફી આપની સ્કિનના સોજાને પણ ઓછો કરે છે. 
કોફી આપના  મન અને શરીરને માત્ર તાજગી આપે છે પરંતુ તમારી ત્વચાને રિલેક્સ  કરવામાં પણ ખૂબ મદદરૂપ છે. વાસ્તવમાં, કોફી તમારી ત્વચાનો સોજો ઘટાડે છે.  એટલું જ નહીં, કોફીમાં મળતું વિટામિન B.3 તમને સ્કિન કેન્સરથી બચાવવામાં પણ મદદ કરે છે. ત્વચાના ફોલ્લીઓમાંથી, તે તમારા ડાર્ક સર્કલ્સને પણ દૂર કરે છે. સ્કિન પર તેને કેવી રીતે અપ્લાય કરવું જાણીએ..


કોફી અને દહીંનો ફેસપેક
સ્કિન ટેનિંગને દૂર કરવાની સાથે તમારી ત્વચાને મુલાયમ બનાવશે. તેને બનાવવા માટે, તમારે એક બાઉલમાં 2 ચમચી દહીં, 2 ચમચી કોફી પાવડર એક નાની ચમચીમાંથી એકસાથે મિક્સ કરવાનું છે. આપના  ચહેરા પર 20 મિનિટ માટે રાખ્યા પછી, તેને ઠંડા પાણીથી ધોઈ લો.


કોફી અને મધ ફેસ પેક
આ પેક તમારી ત્વચાને ડીપ ક્લીન કરવાનું કામ કરશે. તે તમારી ત્વચાને હાઇડ્રેટ કરવા ઉપરાંત ગ્લો પણ આપશે. આને બનાવવા માટે, એક બાઉલમાં 2 ચમચી દહીં લો, તેમાં બે ચમચી મધ ઉમેરો, પછી લીંબુનો રસ અથવા ગુલાબજળ ઉમેરો, છેલ્લે થોડી કોફી નાખ્યા પછી, જાડી પેસ્ટ બનાવો અને તેને તમારા ચહેરા પર બે મિનિટ સુધી ઘસો, પછી તેને 15 મિનિટ માટે છોડી દો અને ઠંડા પાણીથી ધોઈ લો.


કોફી અને ઓલિવ તેલ
ત્વચાને માત્ર સાફ જ નથી કરતું પણ તેને મોઇશ્ચરાઇઝ પણ કરે છે. તેને બનાવવા માટે એક બાઉલમાં કોફી પાવડર લો, તેમાં બ્રાઉન સુગર અને ઓલિવ ઓઈલ નાખીને મિક્સ કરો. તેને તમારા ચહેરા પર ઘસો અને 15 મિનિટ માટે રહેવા દો અને પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો.


Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો