Difference Between Fear and Phobia: ઘણા લોકો એવા છે જેમને ડર અને ફોબિયા અલગ અલગ છે તે વાતની ખબર જ નથી. એ લોકો ડર અને ફોબિયાને સરખા માને છે. કેટલાક લોકો ઘણી વસ્તુઓથી ડરે છે. જ્યારે અમુક લોકોને અમુક સંજોગોને લીધે ફોબિયા હોય છે. બંને સ્થિતિ જોખમી છે. ચાલો આજે અમે તમને બંને વચ્ચેનો તફાવત જણાવીએ...


ભય શું છે?


ભય એ આપણા શરીરની ભાવનાત્મક પ્રતિક્રિયા છે. જ્યારે કોઈ વ્યક્તિને ભયનો અહેસાસ થાય છે ત્યારે તે ડરી જાય છે. આપણા જીવનમાં જ્યારે નકારાત્મક અનુભવ થાય છે ત્યારે પણ આપણા મનમાં ભય પેદા થાય છે. જેના લીધે તમને ડરનો અનુભવ થાય છે. આ સિવાય બાળકો પણ કેટલીક ડરામણી વાતો સાંભળીને ડરી જાય છે. જો કે કોઈ વ્યકિત ડરનો હિંમત ભેર સામનો કરે છે તો તેના મગજમાંથી ભય નીકળી જાય છે.


ફોબિયા શું છે?


ફોબિયા એક બિનજરૂરી ડર છે. આ એવો ડર છે જે વ્યક્તિમાં જોખમકારક નથી. ફોબિયા પ્રત્યે લોકોની પ્રતિક્રિયા એટલી તીવ્ર હોય છે કે તેના કારણે તેઓ ક્યારેય સાહસ કરી શકતા નથી. જેમ કે કોઈ જો કોઈ વ્યક્તિ બાઇક ચલાવતા ડરે છે, તો તે એટલો ડરતો હોય છે કે તે જીવનભર બાઇક ચલાવી શકતો નથી. તે બાઇક ચલાવવા વિશે વિચારીને જ નર્વસ અથવા બેચેન થવા લાગે છે.


ભય અને ફોબિયા વચ્ચેનો તફાવત


1. ડર એ કુદરતી ભાવનાત્મક પ્રતિક્રિયા છે. જ્યારે ફોબિયા એ એક પ્રકારની ચિંતા ડિસઓર્ડર છે.


2.ડર પાછળ કોઈ ચોક્કસ કારણ હોઈ શકે છે. પરંતુ ફોબિયાનો એવો કોઈ આધાર નથી. વ્યક્તિ પોતે પણ જાણે છે કે આ ડરથી તેને કોઈ નુકસાન નહીં થાય. આ જાણીને પણ તે અંદરથી ફોબિયા દૂર કરી શકતો નથી.


3.જ્યારે કોઈ વ્યક્તિ કોઈ વસ્તુથી ડરી જાય છે. ત્યારે તે પોતે હિંમત કરીને તેનો સામનો કરે છે. જ્યારે વ્યક્તિને કોઈ ખાસ વસ્તુનો ફોબિયા હોય છે ત્યારે તે ઈચ્છવા છતાં તેમાંથી બહાર નીકળી શકતો નથી.


4. મનના ફોબિયાને દૂર કરવા માટે વ્યક્તિએ ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. અને તેમાંથી બહાર આવવામાં સમય લાગી શકે છે.


5. ડરના કારણે વ્યક્તિના રોજિંદા જીવનમાં કોઈ ફરક પડતો નથી. પરંતુ ફોબિયાના કારણે વ્યક્તિના જીવન પર અસર થાય છે.