Healthy Morning Routine: જો તમે સવારે વહેલા ઉઠીને ભુખ્યા પેટે પાણી પીતા હોવ તો તેના અનેક ચમત્કારી ફાયદા થાય છે. ખાલી પેટે પાણી પીવાથી તમારું સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય, ત્વચા સ્વાસ્થ્ય અને વાળનું સ્વાસ્થ્ય સારું રહે છે. આવો જાણીએ શરીર માટેની પાણીની ઉપયોગીતા વિશે…
પાણી આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ ઘટક છે. આપણા શરીરમાં 60-65 ટકા પાણી છે. જો તેની ઉણપ હોય તો શરીરનું સમગ્ર સંતુલન ખોરવાઈ જાય છે. એવું કહેવાય છે કે જો તમે સવારે ઉઠ્યા પછી પુષ્કળ પાણી પીશો તો શરીર સ્વસ્થ રહેશે. આપણા દેશમાં મોટાભાગના લોકો સવારે ઉઠ્યા પછી ચા પીવે છે. જો કે, ચા પીતા પહેલા, ભુખ્યા પેટે તેઓએ ઓછામાં ઓછું એક ગ્લાસ પાણી પીવું જોઈએ. આ લેખમાં આપણે જાણીશું કે સવારે ખાલી પેટે પાણી પીવાથી શું ફાયદા થાય છે.
તમારું શરીર હાઈડ્રેટ થઈ જશે
જો તમે સવારે ઉઠ્યા પછી પાણી પીઓ છો તો તમારું શરીર હાઈડ્રેટ થઈ જશે. તમે ઘણી વાર જોયું હશે કે રાત્રે સૂતા પછી જ્યારે તમે સવારે જાગીને પહેલી વાર પેશાબ કરો છો ત્યારે તે પીળો હોય છે. મેડિકલ સાયન્સ મુજબ તેનું એક કારણ એ છે કે તમે રાત્રે સુતી વખતે પુરતું પાણી પીધું નથી. આવી સ્થિતિમાં રાત્રે સૂતી વખતે પુષ્કળ પાણી પીવો.
વજન ઘટાડવામાં મદદ કરે છે
જો તમારે વજન ઓછું કરવું હોય તો કેલરીના સેવન પર નિયંત્રણ રાખવું જરૂરી છે. સવારનો નાસ્તો કરતા પહેલા એક ગ્લાસ પાણી પીવાથી કેલરીની માત્રા ઓછી થાય છે. જો તમે સવારે પાણી પીઓ છો, તો તે વજન ઘટાડવામાં મદદ કરે છે. આમ કરવાથી, શરીરને ગરમ કરવા માટે વધુ ઊર્જાની જરૂર પડે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
ત્વચા ચમકીલી બને છે
ને ડી-ટોક્સિફાય કરે છે. પાણી કિડનીની ગંદકી બહાર કાઢવામાં મદદ કરે છે. કહેવાય છે કે પાણી પીવાથી ત્વચાની તંદુરસ્તી પણ સુધરે છે. આપણી ત્વચાનો 30 ટકા ભાગ પાણીનો બનેલો હોય છે. આ સ્થિતિમાં, પાણી પીવાથી ત્વચાની ચમક વધે છે.
હૂંફાળું પાણી અપચાથી બચવા માટે સારું
એવું પણ કહેવાય છે કે સવારે વહેલા ઉઠીને હુંફાળું પાણી પીવાથી વધુ ફાયદો થાય છે. જો અમુક ખોરાક પેટમાં ન પચ્યો હોય તો હૂંફાળું પાણી પાચનમાં મદદ કરે છે. આ સિવાય તે તમારા મેટાબોલિઝમને પણ મજબૂત બનાવે છે. જેથી કરીને વજન ઘટાડવામાં મદદ કરે છે.
માથાનો દુખાવો દૂર કરે છે, વાળને સ્વસ્થ રાખે છે
ખાલી પેટે પાણી પીવાથી તમારું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે. માથાના દુખાવાની સમસ્યા દૂર થાય છે. આ સિવાય તે તમારા વાળના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આપણા વાળમાં 1/4 (એક ચતુર્થાઉસ) પાણી હોય છે. ઘણીવાર પાણીની ઉણપથી પણ વાળ નબળા પડી જાય છે અને ખરવા લાગે છે.
પાણીથી રોગપ્રતિકારક શકિત વધશે
જો તમે સવારે વહેલા ઉઠીને પાણી પીવો છો તો તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ સિવાય તે ઈન્ફેક્શનને રોકવામાં પણ મદદ કરે છે. આ સિવાય તે ભૂખ લાગવામાં મદદ કરે છે. આમ, આપણે જાણ્યુ કે યોગ્ય માત્રામાં પાણી પીવાના છે અનેક ફાયદા.