curd on skin  : આપણા રસોડામાં હાજર કેટલીક વસ્તુઓ માત્ર ખાવા માટે જ નથી પરંતુ સુંદરતા વધારવામાં પણ કામ કરે છે. દહીં તેમાંથી એક છે! સદીઓથી ત્વચાની સંભાળ માટે દહીંનો ઉપયોગ કરવામાં આવે છે.  આજકાલ બજારમાં મળતા મોંઘા ફેસ પેક અને ક્રીમના કારણે આપણે ઘણીવાર કુદરતી વસ્તુઓને ભૂલી જઈએ છીએ. પરંતુ દહીં તમારા ચહેરાને માત્ર સાફ જ નથી કરતું પરંતુ તેને પોષણ પણ આપે છે.  દહીં ખાવા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. પેટ સબંધિત સમસ્યાઓ તેનાથી દૂર થાય છે. 

  


નેચરલ ક્લીંઝર 


દહીંમાં લેક્ટિક એસિડ હોય છે જે કુદરતી શુદ્ધિનું કામ કરે છે. તે ત્વચાના મૃત કોષો અને ગંદકીને દૂર કરીને ચહેરાને સાફ કરવામાં મદદ કરે છે. તેનાથી તમારા ચહેરા પરના રોમછિદ્રો પણ બંધ થઈ જાય છે, જેનાથી ખીલની સમસ્યા ઓછી થઈ જાય છે.


દહીં ચહેરા પર કુદરતી ભેજ જાળવી રાખવામાં મદદ કરે છે. શુષ્ક અને નિર્જીવ ત્વચાવાળા લોકો માટે દહીં વરદાનથી ઓછું નથી. દહીં લગાવવાથી ચહેરો સુધરે છે અને કરચલીઓ પણ ઓછી થાય છે.


ડાઘ ઘટાડે છે


દહીંમાં રહેલા બ્લીચિંગ ગુણ ચહેરા પરના ડાર્ક સ્પોટ્સને ઘટાડવામાં મદદ કરે છે. જો તમે રોજ દહીં લગાવશો તો થોડા જ દિવસોમાં તમને ફરક દેખાવા લાગશે. દહીંમાં હાજર ઝિંક ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવવામાં મદદ કરે છે. દહીં લગાવવાથી ત્વચાની બળતરા અને લાલાશ પણ ઓછી થાય છે.


ઉનાળામાં પડતી ગરમી અને તડકાના કારણે સ્કિન પર ટેનિંગ થાય છે. આ ટેનિંગ દૂર કરવા માટે દહીં અને ટામેટાંનો ફેસ પેક લગાવી શકાય છે. ત્વચાને ટામેટાંમાંથી વિટામિન A, K અને B મળે છે. તેનો ઉપયોગ ત્વચામાંથી ટેનિંગ દૂર કરે છે, વધારાનું તેલ દૂર કરે છે અને સનબર્ન તેમજ ખીલની સારવારમાં અસરકારક છે.


દહીં અને ટામેટાંનો ફેસ પેક બનાવવા માટે ટામેટાને પીસીને તેમાં 2 ચમચી દહીં મિક્સ કરો. તમારા ચહેરાને ધોઈ લો અને તેને સાફ કરો. આ પછી, આ ફેસ પેકને આખા ચહેરા, ગરદન અને ગળા પર સારી રીતે લગાવો અને 10 થી 15 મિનિટ સુધી સાદા પાણીથી ધોઈ લો.