Heat wave:ઉત્તર ભારત સહિત મોટાભાગના રાજ્યોમાં હિટવેવની સામનો કરવો પડી શકે છે. આકરા તાપ અને ગરમીના કારણે લોકો ત્રાહિમામ છે, આકરા તાપને કારણે સતત  સનસ્ટ્રોકના  કેસ વધી રહ્યાં છે.  આ સમય દરમિયાન તમારે હિટવેવથી બચવા શું કરવું એક્સ્પર્ટે કેટલાક સુચન આપ્યા છે.


દિલ્હી સહિત સમગ્ર ગુજરાત રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતન રાજ્યો હિટવેવની ઝપેટમાં છે. આકરા તાપ અને આકરી ગરમીથી લોકો ત્રાહિમામ છે.  ગરમી વચ્ચે લૂ લાગવાની કેસ વધી જાય છે. આ સ્થિતિમાં હિટવેવથી બચવા માટે શું કરવું  અને હિટવેવની શરીર પર કેવી અસર થાય છે જાણીએ..આવી સ્થિતિમાં, આ સિઝનમાં પોતાને સુરક્ષિત રાખવા માટે તમામ મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. હિટ વેવથી  થતું નુકસાન કેવી રીતે મૃત્યુનું કારણ બની શકે છે તે વિશે જાણીએ


હિટ વેવ મોતનું કારણ કેમ બને છે?


ડોકટરોનું કહેવું છે કે હીટ વેવ ઘણા કારણોથી જીવલેણ બની શકે છે, જેમાંથી મુખ્ય શરીરના આંતરિક તાપમાનને નિયંત્રિત કરવામાં અસમર્થતા છે. અત્યંત ઊંચા તાપમાનના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી  શરીરનું તાપમાન વધી જાય છે અને હીટ સ્ટ્રોક થઈ શકે છે.જ્યારે શરીર પરસેવા દ્વારા વધુ પડતું પાણી અને મીઠું બહાર કાઢે છે.  ત્યારે  નબળાઇ, ઉબકા, ચક્કર  સ્નાયુઓમાં ખેંચાણ જેવા  લક્ષણો અનુભવાય છે. જો સમયસર સારવાર ન કરવામાં આવે તો તે હીટ સ્ટ્રોકમાં વિકસી શકે છે.


હીટ સ્ટ્રોક શું છે?


હીટ સ્ટ્રોકની સ્થિતિ શરીરમાં ત્યારે સર્જાઇ છે જ્યારે શરીરનું તાપમાન 104°F (40°C) અથવા તેથી વધુ સુધી પહોંચે છે. આ ત્યારે થાય છે જ્યારે  શરીર હાર્ડ વર્ક અને સતત ગરમી આવ્યા બાદ પરસેવા કરીને શરીરને ઠંડુ પાડવાનું બંધ કરી દે. . મૂંઝવણ, આંચકી અને મૂર્છા એ હીટ સ્ટ્રોકના કેટલાક લક્ષણો છે. જો કે, ક્યારેક તે જીવલેણ પણ બની શકે છે.


હિટ વેવ કેવી રીતે મોતનું કારણ બની રહી છે ?


હીટ વેવને કારણે વ્યક્તિ હીટ સ્ટ્રોકનો શિકાર બની શકે છે. જો તે હૃદય, મગજ, કિડની અને સ્નાયુઓ સહિતના મહત્વપૂર્ણ અવયવોને નુકસાન પહોંચાડે છે અને ડોકટરો દ્વારા તેની તાત્કાલિક સારવાર ન કરવામાં આવે તો તે મૃત્યુ તરફ દોરી શકે છે. ગરમીના તરંગો હૃદય અને ફેફસાં પર દબાણ વધારે છે, જે શ્વસન અને રક્તવાહિની વિકૃતિઓને વેગ આપે છે અને રેસ્પિરેટરી અને દિલ સંબંધી વિકાર વધી જાય છે.


ગરમીમાં આ રીતે ખુદની સંભાળ  લો



  • તમારી જાતને દરરોજ હાઇડ્રેટેડ રાખો, ખાસ કરીને ઉનાળામાં. આ માટે, પૂરતા પ્રમાણમાં પાણી (લગભગ 2 થી 3 લિટર પ્રતિ દિવસ) પીતા રહો.

  • જ્યારે પણ તમે તડકામાં બહાર જાઓ ત્યારે તમારા માથાને ટોપી અથવા સ્કાર્ફથી ઢાંકો.

  • ગરમીમાં ઢીલા સુતરાઉ કપડા પહેરો, જેથી હવા તેમાંથી પસાર થઈ શકે અને શરીર ઠંડુ રહે.

  • સૌથી વધુ સૂર્યપ્રકાશ દરમિયાન બહાર નીકળવાનું ટાળો.  સવારે કે સાંજે જ મુસાફરી કરવાનો પ્રયાસ કરો.

  • તમારી કારને ખુલ્લામાં પાર્ક કરશો નહીં, કારણ કે તે ખૂબ જ ગરમ થઈ જાય છે. ઉપરાંત, પાર્કિંગમાં પાર્ક કરેલી કારમાં બાળકો અને પાલતુ પ્રાણીઓને છોડશો નહીં.