Benefits Of Mint Water: કાળ ઝાળ ગરમીમાં પેટ સંબંધિત રોગ વધુ થાય છે. આ સ્થિતિમાં ફૂદીના વોટર રામબાણ ઇલાજ છે. ડિહાઇડ્રેશન સહિતની કેટલીક આ સમસ્યાને ફુદીના પાણી દૂર કરે છે.
ફુદીનાને કેવી રીતે બનાવશો ઇનફ્યુજ્ડ વોટર
ફુદીનાનું પાણી બનાવવા માટે, તમારી પાણીની બોટલમાં કેટલાક ફુદીનાના પાન નાખો. આ પાણી પાણીને 5-6 કલાક સુધી પીતા રહો. જો તમે ઈચ્છો તો તેમાં લીંબુના ટુકડા અને ફુદીનો બંને નાખી શકો છો. તેનાથી તમને ઉનાળામાં ઠંડકનો અનુભવ થશે અને ત્વચા પિમ્પલ્સ ફ્રી ગ્લોઇંગ બનશે લ ફ્રી બની જશે.
બોડી રહેશે હાઇડ્રેઇટ
ગરમીમાં શરીરમાં પાણીની કમી થઇ શકે છે. આ સ્થિતિમાં ફુદીના વોટર પીવાથી શરીર હાઇડ્રેઇટ રહે છે. સતત તેને પીવાથી બોડી ડિટોક્સ પણ થાય છે. શરીરમાં પાણીની કમી પણ દૂર થાય છે.
પેટ માટે ફાયદાકારક
પેટની એસિડિટી અને બળતરાને દૂર કરે છે. ફુદીનાનું પાણી પાચનતંત્રને સુધારે છે. ફુદીનામાં મેન્થોલ હોય છે, જે પેટને ઠંડુ રાખે છે અને લૂથી બચાવે છે.
પિમ્પલ્સની સમસ્યા દૂર થશે
ભીષણની ગરમીના કારણે ઓઇલી સ્કિનમાં પસીના ધૂળ અને ઓઇલના કારણે સ્કિન પર ગંદગી જામે છે અને ખીલ થાય છે. ફુદીનામાં એન્ટી બેક્ટેરિયલ તત્વ હોય છે. જે જેનાથી સ્કિન પર પિમ્પલ્સ નથી થતાં
ત્વચા ફ્રેશ રહેશે
ગરમીની સિઝનમા ત્વચા બેજાન થઇ જાય છે. ત્વચાની ચમક ગાયબ થઇ જાય છે. આ સ્થિતિમાં જો આપ નિયમિત રીતે ફુદીના પાણી પીવો છો તો આપની સ્કિન ખૂબ જ ફ્રેશ રહે છે અને ફુદીનામાં રહેલ એન્ટી ઇન્ફલામેટરી ગુણ ગરમીમાં ત્વચાને સ્વસ્થ રાખે છે.
આળસને દૂર કરે છે
દિવસભર ફુદીના પાણી પીવાથી આળસ દૂર થાય છે. ગરમીમાં લાબા સમય સુધી આળસ અનુભવાય છે અને ઊંઘ આવે છે. જો કે ફુદીના પાણીનું દિવસભર સેવન કરવાથી શરીર ઠંડુ રહે છે. બોડી એર્જેટિક થઇ જાય છે અને માઇન્ડ એક્ટિવ થઇ જાય છે. આળસ દૂર ભાગી જાય છે.