Christmas and New Year Diet Mistakes: નવું વર્ષ શરૂ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે. ત્યારે સૌ કોઈ ન્યૂ યરની પાર્ટીમાં જવા માટે અને કૈંક સ્પેશિયલ દેખાવા માટે અત્યારથી જ ડાયટિંગ શરૂ કરી દીધું છે. ઘણા લોકો ડાયટિંગ એટલે ભૂખ્યા રહેવું તેવું જ વિચારે છે. પરંતુ ના એવું નથી.. ફક્ત ભૂખ્યા રહેવાથી વજન નથી ઉતરતું. તેના માટે તમારે પ્રોપર ડાયટિંગ જાણવું અને તેના નિયમો જાણવા ખૂબ જ જરૂરી છે નહીં તો તમે ઉલમાંથી ચૂલમાં પડી શકો છો. ડાયટિંગમાં કરેલી ભૂલો તમારું વજન ઘટાડવાને બદલે વધારી દે છે. અને તમારા સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પાડે છે. ત્યારે આજે અમે તમને એવી બાબતો કે ભૂલો જણાવી કચું જે તમારે ડાયટિંગ દરમિયાન ક્યારેય ના કરવી જોઈએ.
પ્રોબાયોટીક્સ ન ખાવાની ભૂલ
પ્રોબાયોટીક્સ તમારા સ્વાસ્થ્ય ખાસ કરીને પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે. જ્યારે તમે ખૂબ તળેલું અને શેકેલું ખાઓ છો, તો તમારા પેટમાં ખરાબ બેક્ટેરિયા ખૂબ વધી જાય છે. જો તમે દહીં જેવા પ્રોબાયોટિક્સ ન ખાતા હો તો તમને પેટમાં દુખાવાની ફરિયાદ પણ થઈ શકે છે, તેથી તમારા ડાયટ પ્લાનમાં દહીંને ચોક્કસપણે રાખો.
ફેટી એસિડ ખાશો નહીં
તહેવારોની સિઝનમાં વધુ પડતી ચરબી વાળું ખાવાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં હેલ્ધી ફેટી એસિડનું પ્રમાણ પણ આહારમાં રાખવું જોઈએ. તમારા આહારમાં બદામ, એવોકાડો, ઓલિવ તેલ જેવા આરોગ્યપ્રદ તત્વોનો સમાવેશ કરો
નાસ્તો છોડવો
નવા વર્ષની પાર્ટીમાં જવા માટે તમે દિવસનું સૌથી મહત્વપૂર્ણ ભોજન એટલે કે નાસ્તો છોડો છો. આવી સ્થિતિમાં તમારું વજન ઘટવાને બદલે તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડશે જેના લીધે તમારી તબિયત બગડી શકે છે. જેથી નાસ્તો કરવાનું ટાળવું જોઈએ નહી.
ઓછું પાણી પીવું
જો તમે માત્ર ખોરાક પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. ખાવા માટે પચાવવા માટે તમારે પુષ્કળ પાણી પણ પીવું જોઈએ. ખાસ કરીને સવારે ખાલી પેટે 2-3 ગ્લાસ પાણી પીવો.એમાંય તમે સવારે ઉઠો છો ત્યારે તમારે એક બે ગ્લાસ પાણી પીવું જોઈએ જે તમારા સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે