Benefits For Skin:દૂધી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં રહેલા પોષક તત્ત્વો તમને ઘણી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે, પરંતુ શું તમે જાણો છો, ગ્લોઈંગ સ્કિન માટે પણ તમે દૂધીનો ઉપયોગ ણ કરી શકો છો. તેમાં વિટામીન B, C અને અન્ય પોષક તત્વો હાજર હોય છે. તો આવો જાણીએ, દૂધીનો ત્વચા માટે કેવી રીતે ઉપયોગ કરવો ફાયદાકારક છે.
દૂધીમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે. તેમાં વિટામિન-એ, વિટામિન-સી, વિટામિન-ઇ, આયર્ન, પોટેશિયમ, ઝિંક અને અન્ય ઘણા વિટામિન્સ મળી આવે છે. જે સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ ફાયદાકારક છે. જો તમે નિયમિતપણે આહારમાં દૂધીનો સમાવેશ કરો છો, તો તમે ત્વચા સંબંધિત સમસ્યાઓથી બચી શકો છો.
ત્વચાને હાઇડ્રેટેડ રાખે છે
દૂધીમાં પાણીનું પ્રમાણ 90 ટકાથી વધુ છે. પાણીથી ભરપૂર આ શાકભાજી તમારા શરીરની સાથે સાથે તમારી ત્વચાને હાઇડ્રેટ રાખવાનું કામ કરે છે.
ખીલ ઘટાડવામાં મદદરૂપ
દૂધી તમારા શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરી શકે છે, જેથી તમે ખીલની સમસ્યામાંથી રાહત મેળવી શકો. તે પાચનમાં સુધારો મદદરૂપ થાય છે.
વધતી ઉંમરની અસરને ઓછી કરે છે
દૂધી વિટામિન-સી હોય છે, જે કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે. તેમાં ઝિંક જેવા પોષક તત્વો પણ હોય છે, જે ત્વચાને લાંબા સમય સુધી સ્કિનને યંગ રાખે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો
ચહેરાને ગ્લો વધારશે
દૂધીમાં રહેલા વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઑકિસડન્ટ ગુણો ત્વચાને ચમકદાર બનાવે છે. આ માટે તમે દરરોજ દૂધીનો રસ પી શકો છો.દૂધીની તાસીર ઠંડી છે અને તે ક્ષારયુક્ત હોય છે. જે શરીરમાં સોજાને ઘટાડવામાં મદદ કરી શકે છે. તમે દૂધીને ક્રશન કરીને તેનું ફેસપેક બનાવીને ચહેરા પર લગાવી શકો છો.