Health:ડાયાબિટીસના દર્દીઓ ગોળ ખાઈ શકે છે.આ તે સમયનું સત્ય છે જ્યારે  જ્યારે ગોળ શુદ્ધ સ્વરૂપમાં મળતો હતો.

  પરંતુ, આજના સમયમાં શુદ્ધ ગોળ મળવો તો દૂરની વાત બની ગઈ છે. આજકાલ મળતો ગોળ ખાંડ કરતા પણ ખતરનાક બની ગયો છે.


 આજકાલ લોકોમાં ડાયાબિટીસનો રોગ ઝડપથી વધી રહ્યો છે. ડાયાબિટીસ જેને સામાન્ય ભાષામાં સુગર ડિસીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે, મધુપ્રમેહ  સતત લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યી છે. આ બીમારી સાથે જોડાયેલી ઘણી એવી વાતો છે, જેના પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ છે. આવી જ એક વાત એ છે કે શું ડાયાબિટીસના દર્દીઓ ખાંડને બદલે ગોળ ખાઈ શકે છે કે નહીં.


 ડાયાબિટીસના દર્દીઓ ગોળ ખાઈ શકે છે.આ તે જમાનામાં સત્ચ હતું જ્યારે ગોળ શુદ્ધ સ્વરૂપમાં આવતો હતો. પરંતુ, આજના સમયમાં શુદ્ધ ગોળ મળવો તો દૂરની વાત બની ગઈ છે. આજકાલ મળતો ગોળ ખાંડ કરતા પણ ખતરનાક બની ગયો છે. તેથી ગોળ ખાવાનું ટાળવું જોઈએ. સામાન્ય રીતે ડાયાબિટીસ એ આપણી ખરાબ જીવનશૈલીના કારણે થતો રોગ છે. ખાંડ અને ગોળના વિકલ્પની વાત કરીએ તો બંનેમાંથી ગોળ વધુ હેલ્થી વિકલ્પ કહી શકાય એ પણ ત્યારે જ જ્યારે ગોળ સંપૂર્ણ ઓર્ગેનિક હોય


ડાયાબિટીસથી પીડિત લોકો માટે ગોળના કોઈ ખાસ ફાયદા નથી. પેઢી દર પેઢી આપણે ગોળના ફાયદા વિશે વાત કરતા આવ્યા છીએ. આપણે સમજવું જોઈએ કે ગોળ ન તો ખાંડનો આરોગ્યપ્રદ વિકલ્પ છે કે ન તો તે ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં કે વજન વધતા રોકવામાં ફાયદાકારક છે.


જો કે ગોળ બાળકો માટે આરોગ્યપ્રદ માનવામાં આવે છે, પરંતુ તે પુખ્ત વયના લોકો માટે આરોગ્યપ્રદ નથી. ગોળમાં  રહેલી  અતિશય સુક્રોઝ સામગ્રી મેટાબોલિક રોગોનું કારણ બની શકે છે, જેમ કે વજન વધવું અથવા લોહીમાં શર્કરાનું સ્તર વધે છે. ગોળ ખાંડની તુલનામાં બ્લડ સુગર લેવલ ઓછું વધારે છે. જેથી ડાયાબિટિસના દર્દીઓ તેનું સેવન સ્વીટ ખાવાની ક્રેવિંગને શાંત કરવા પુરતું ખાઇ શકે છે પરંતુ ગોળનું પણ વધુ પડતું સેવન બ્લડ સુગર લેવલ વધારશે અને તે વજન વધારવાનું પણ કારણ બને છે.