Dark Neck Treatment: ઉનાળો આવતા જ ત્વચાને લગતી સમસ્યાઓ થવા લાગે છે. ટેનિંગ, પિગમેન્ટેશન અને અન્ય ઘણી સમસ્યાઓ સૂર્યપ્રકાશને કારણે થાય છે. આમાંથી એક ગરદન પર મેલ( ગંદકી) જમાં થવો એ મોટી સમસ્યા છે. ઉનાળામાં ખૂબ પરસેવો થાય છે અને જ્યારે આ પરસેવો સુકાઈ જાય છે ત્યારે ગંદકી ગરદન પર જમા થઈ જાય છે અને તેના કારણે ગરદન દૂરથી કાળી દેખાય છે. તે તમારા શરીરની સુંદરતાને ઘટાડે છે. ઘણી વખત લોકો તેને સાબુ અથવા પાણીથી ઘસીને તેને દૂર કરવાનો પ્રયાસ કરે છે જેને લીધે ગરદન લાલ થઈ જાય છે તેમ છતાં આ નિશાન જતા નથી. આવી સ્થિતિમાં તમે ગરદનને સાફ કરવા માટે કેટલાક ઘરેલું ઉપચારની મદદ લઈ શકો છો. આવો જાણીએ ઉનાળામાં પરસેવાના કારણે ગરદન પરની ગંદકી દૂર કરવા માટે શું લગાવવું જોઈએ.


દૂધ અને ચણાનો લોટ


દૂધ અને ચણાના લોટની મદદથી કાળી ગરદન સાફ કરી શકાય છે. તેનો ઉપયોગ કરવા માટે એક ચમચી ચણાના લોટમાં બે ચમચી દૂધ અને એક ચપટી હળદર ભેળવીને પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને ગરદન પર લગાવો અને ગોળાકાર મસાજ કરો. પછી 10 મિનિટ પછી ગરદનને સામાન્ય પાણીથી ધોઈ લો. આમ કરવાથી ગરદનની ગંદકી સાફ થઈ જશે.


લીંબુ


તમે લીંબુનો ઉપયોગ કરીને તમારી ગરદનને પણ સાફ કરી શકો છો. લીંબુમાં વિટામિન સીની હાજરી રંગને સુધારવાનું કામ કરે છે. તેનો ઉપયોગ કરવા માટે, લીંબુનો રસ લગાવો અને તેને 15 મિનિટ માટે છોડી દો. આ પછી ગરદનને સામાન્ય પાણીથી ધોઈ લો


બટાકાનો રસ


ગરદન પર જામેલી ગંદકીને પણ બટાકાના રસની મદદથી દૂર કરી શકાય છે. આ માટે બટાકાને છીણી લો અને તેનો રસ કાઢો. આ પછી, તેને 15 મિનિટ માટે ગરદન પર રહેવા દો. તેને સામાન્ય પાણીથી સાફ કરો. નિયમિત રીતે આમ કરવાથી તમારી ગરદન ચમકવા લાગશે.


કાચું પપૈયું અને દહીં


કાચું પપૈયું અને દહીં પણ કાળી ગરદન સાફ કરવામાં કરાગત નીવડે છે. તેનો ઉપયોગ કરવા માટે, પપૈયાના પલ્પને મેશ કરો. હવે તેમાં એક ચમચી દહીં અને એક ચમચી ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. હવે આ મિશ્રણને 20 મિનિટ સુધી ગરદન પર લગાવી રાખો, ત્યારબાદ સામાન્ય પાણીથી ગરદનને સાફ કરો.


કાકડીનો રસ


ગરદનને કાકડીથી પણ સાફ કરી શકાય છે. તેના માટે બે ચમચી કાકડીનો રસ અને એક ચમચી એલોવેરા જેલ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો.આ પેસ્ટને 15 મિનિટ સુધી ગરદન પર લગાવો.તે પછી સામાન્ય પાણીથી ગરદનને સાફ કરો.


Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો