Cloves tips: આપણા રસોડામાં મોજૂદ કેટલીક વસ્તુઓ અનેક રીતે ઉપયોગી છે. માત્ર એક લવિંગને જ લઇ લો. લવિંગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ ઘટક છે. જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે ચમત્કાર કરી શકે છે. લવિંગથી સ્કિન, હેરની કેર સહિત ગળાના ઇન્ફેકશનમાં પણ કારગર છે. જાણીએ તેના ઉપયોગની ટિપ્સ
લવિંગના ફાયદા:
લવિંગના ફાયદા- લવિંગનો ઉપયોગ સામાન્ય રીતે આપણા ભોજનમાં સ્વાદ ઉમેરવા માટે કરવામાં આવે છે. તે આપને અંદરથી હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે અને અનિદ્રા, અસ્થમા જેવી ઘણી બીમારીઓથી આપનું રક્ષણ કરે છે.
સ્વસ્થ શરીર માટે લવિંગનો ઉપયોગ કરો આ રીતે
લવિંગ, તુલસી અને આદુનો ઉકાળો બનાવો. આ ઉકાળો રોગને દૂર કરવામાં મદદ કરે છે અને શરીરને તરોતાજા રાખે છે.
ચા બનાવવા માટે ઉકળતા પાણીમાં થોડું લવિંગ મિક્સ કરો. લવિંગ યુક્ત ચા પીવાથી ગળામાં ખરાશ, ખાંસી અને શરદીથી રાહત મળે છે
દાંત માટે લવિંગનો ઉપયોગ
જો આપના દાંતમાં દુખાવો થતો હોય તો લવિંગનો ઉપયોગ કરો. આ માટે લવિંગને દાંતની નીચે દબાવીને ચુસવાથી થોડા સમય માટે દુખાવામાં આરામ મળશે.
વાળ માટે લવિંગનો ઉપયોગ
લવિંગને નાળિયેર તેલથી ગરમ કરો અને તે તેલથી તમારા માથાની ચામડીની માલિશ કરો. આમ કરવાથી તમારા વાળ મજબૂત થશે.
ત્વચા માટે આ રીતે કરો લવિંગનો ઉપયોગ
ફુદીનાનો રસ અને લવિંગના તેલના બે ટીપાં ચહેરા પર લગાવવાથી ચહેરાના ડાઘ દૂર થાય છે.
તુલસીના ફાયદા
શિયાળાની ઋતુમાં મોટાભાગના લોકો શરદી કે તાવથી પરેશાન રહે છે. આવી સ્થિતિમાં, જો આપ તુલસીના પાનનો ઉકાળો બનાવીને પીવો તો રાહત થાય છે. તુલસીનો ઉકાળો બનાવવા માટે અડધો લીટર પાણીમાં તુલસીના પાન, ખાંડ, દૂધ અને એલચી પાવડર મિક્સ કરીને ઉકાળીને પીવો. તુલસીના પાનનો ઉકાળો પીવાથી શરીરનું તાપમાન ઓછું થાય છે. વાસ્તવમાં તુલસીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે શરીરને તમામ પ્રકારના વાયરલ ઈન્ફેક્શનથી બચાવે છે.
કફથી મળશે છુટકારો
વધુ કફ બનતા ઉધરસ થવાની સાથે શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. કફ શ્વાસ નળી અને ફેફસામાં જમા થઇ જાય છે. અસ્થમા, શરદી, કફજન્ય તમામ રોગોમાં તુલસીનું સેવન અકસીર છે. જો ગળામાં ખરાશ હોય તો તુલસીના પાનને પાણીમાં લવિંગ અને નમક ઉમેરીને ઉકાળીને હૂંફાળુ થયા બાદ પીવાથી રાહત મળે છે.
સ્ટ્રેસ ઓછો કરે છે તુલસી
તુલસીમાં એવો ગુણ છે જે તમારા આખા દિવસનો થાક એક ક્ષણમાં દૂર કરી શકે છે. જો તમે તણાવમાંથી પસાર થઈ રહ્યા છો, તો દરરોજ રાત્રે દૂધમાં તુલસીના કેટલાક પાન ઉકાળો અને આ તુલસીયુક્ત દૂધ પીવો. આ દૂધ તમને તમારા નર્વસ સિસ્ટમને આરામ કરવામાં મદદ કરશે અને તણાવ ઓછો થશે.