Health Tips:આજની આપણી ભાગદોડ ફરી જિંદગી અને અનિયમિત આહારશૈલીના કારણે ગેસ એસિડીટિ હવે એક સામાન્ય સમસ્યા થઇ ગઇ છે. જેના કારણે પેટમાં માથામાં દુખાવો થાય છે. દર્દીને ચક્કર આવે છે.આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે એક અકસીર ઘરેલુ નુસખો છે. જેના દ્રારા આપ આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.ખાસ કરીને ગેસની સમસ્યામાં સવારે માથુ દુખે છે.
જીરૂ અજમા અને સંચળનું ચૂર્ણ
ગેસ અને એસિડીટની સમસ્યામાં આપ આ ચૂર્ણનો પ્રયોગ કરી શકો છો. આ માટે વરિયાળી, જીરૂ અને અજમા અને સંચળ આમ ચાર સામગ્રીનીજરૂર પડશે. અજમાના અડધા ભાગનું જીરૂ અને વરિયાળી લો, સૌ પ્રથમ અજમાને સહેજ સેકી લો બાદ અજમા, વરિયાળી અને જીરૂને મિક્સરમાં પીસી લો, બાદ આ પાવડરમાં ચપટી સંચળ ઉમેરી, આ ચૂર્ણ જમ્યા બાદ અને ખાસ કરીને રાત્રે સૂતી વખતે હૂંફાળા પાણીમાં પીવો, ગેસ અને એસિડિટીની સમસ્યામાં ઇન્સ્ટન્ટ રાહત આપશે
આખું જીરૂં ગેસ, એસિડીટિ અને પેટ ફુલવાની સમસ્યામાં કારગર છે. આ જીરાનું કેવી રીતે સેવન કરવાથી આપ ગેસની સમસ્યાથી મુક્તિ મેળવી શકો. જાણીએ.રાત્રે એક ગ્લાસ પાણીમાં 2 ચમચી જીરૂ પલાળી દો. સવારે આ પાણીને ગાળી લો અને ખા પેટે તેનું સેવન કરો. જો રાત્રે જીરૂ પલાળવાનું ભૂલાય જાય તો આપ સવારે એક ગ્લાસ પાણીમાં 2 ચમચી જીરૂ નાખીને તેને ઉકાળું ત્યારબાદ નવશેકુ થાય બાદ સેવન કરી શકો છો.
આ પ્રયોગથી ઝડપથી ગેસથી થતી સમસ્યાથી મુક્તિ મળે છે. ઉપરાંત તુલસી અને મરીને મિક્સ કરીને નવશેકા પાણી સાથે પીવાથી પણ ગેસની સમસ્યાથી મુક્તિ મળે છે.જે લોકોને ગેસ અને એસેડીટીની સમસ્યા હોય તેમણે તેમની લાઇફ સ્ટાઇલમાં થોડો ફેરફાર કરવાની જરૂર છે. ઠંડો અને વાસી ખોરાક સંપૂર્ણ બંધ કરી દેવો જોઇએ. ઉપરાંત રાત્રિના ભોજનમાં હળવો અને સુપાચ્ય ખોરાક જ લેવો જોઇએ. જે ફૂડથી એસિડિટી અને ગેસની સમસ્યા થતી હોય તેને અવોઇડ કરવા જોઇએ. જો આપને દૂધથી ગેસ એસિડિટી થતી હોય તો ખાસ કરીને દૂધ રાત્રે લેવાનું અવોઇડ કરવું જોઇએ.