Weight loss:પેટ અને કમરમાં ફેટની ચરબી જમા થયા બાદ તેને ઓછી કરવી સરળ કામ નથી. કસરત કરવા છતાં તે ઘટતી નથી, તો તમે જમતા પહેલા બે વસ્તુઓનું સેવન કરી શકો છો. લગભગ એક મહિના સુધી તેનો ઉપયોગ કરવાથી ચરબી ઝડપથી ઘટી શકે છે.
પેટ-કમરની ચરબી તમારા લૂકને બગાડે છે. જીમમાં કલાકો સુધી વર્કઆઉટ કરવા અને પરસેવો પાડવા છતાં પણ જો તે ઘટતી ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે બે વસ્તુઓ એવી છે જેનાથી શરીરની ચરબી કોઈપણ પ્રયત્નો વિના ગાયબ થઈ શકે છે. માત્ર જમતા પહેલા તેને લેવાની આદત પાડો. આ એવી જાદુઇ વસ્તુ છે. જે ચરબીને શોષી લે છે.
આ બે વસ્તુઓ બરફની જેમ ફેટ ઓગળાશે
ચરબી ઘટાડતી આ બે વસ્તુઓ એપલ સાઇડર વિનેગર અને ઇસુગુલ છે. લંચ કે ડિનર પહેલા આ બંનેનો ઉપયોગ કરવાથી પેટની ચરબી ઓછી થઈ શકે છે. તેના સેવનથી હાર્ડ વર્કઆઉટ વિના પણ આપ ફેટ બર્ન કરી શકો છો.
એપલ સાઇડર વિનેગાર
સવારે ઉઠીને સૌથી પહેલા એક ગ્લાસ પાણીમાં એક ચમચી એપલ સીડર વિનેગર મિક્સ કરીને પીવો. તેનાથી ચરબી ઝડપથી ઘટી શકે છે. એપલ સીડર વિનેગરનો ઉપયોગ મેટાબોલિક સિન્ડ્રોમ માટે દવા તરીકે થાય છે. જર્નલ ઑફ ક્લિનિકલ ન્યુટ્રિશન અનુસાર, તેમાં એસિટિક એસિડ છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખવામાં મદદ કરે છે. તેનાથી ક્રેવિંગ આપોઆપ બંધ થઇ જાય છે. જેના કારણે ઓછી કેલરી શરીરમાં પહોંચે છે. એપલ સાઇડર વિનેગર પણ બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે. તમે દિવસમાં બે કે ત્રણ વખત ખાવાના 15 મિનિટ પહેલા તેનું સેવન કરી શકો છો.
ઇસબગુલના ફાયદા
જ્યારે પણ તમે ખોરાક લો છો તો તેના લગભગ અડધો કલાક પહેલા ઇસબગુલનું સેવન કરી શકો છો. જો તમે ઈચ્છો તો તેને એપલ સાઈડર વિનેગરમાં મિક્સ કરીને પી શકો છો. ફાઈબર વધુ હોવાથી તે ચરબી બર્ન કરે છે.ઇસબુગુલને પાવડરને લીંબુ પાણીમાં ભેળવીને સવારે ખાલી પેટ પીવાથી ફાયદો થાય છે. તમે તેને જમતા પહેલા દહીંમાં મિક્સ કરીને પી શકો છો. લગભગ એક મહિના સુધી આ બંને વસ્તુઓનું સેવન કરવાથી પેટ અને કમરની ચરબી ઝડપથી ઓગળે છે.