દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, કોરોનાના કેસોની સંખ્યા એક હજારને વટાવી ગઈ છે. કેરળ, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સૌથી વધુ કોરોનાના કેસ છે. અમેરિકાથી જાપાન અને સ્પેનથી ફ્રાન્સ સુધી કોરોનાના નવા વેરિઅન્ટની અસર જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં પ્રશ્ન એ છે કે શું કોરોનાનો નવો વેરિઅન્ટ ભારતમાં પણ કોઈ ગંભીર અસર બતાવી શકે છે અને શું રસી આ ખતરાને રોકવામાં નિષ્ફળ ગઈ છે? ચાલો આવા ઘણા પ્રશ્નોના જવાબો જાણીએ.
પહેલી અને સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે શું કોરોનાની નવી લહેરથી કોઈ ગંભીર ખતરો છે? આરોગ્ય નિષ્ણાતોના મતે, 2022 પછી કોરોનાના કેસ અનેક ગણા વધ્યા છે પરંતુ 3 વર્ષમાં ક્યારેય કોઈ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ નથી. તેથી, આ વખતે પણ કોઈ મોટો ખતરો હોવાની શક્યતા નથી. જોકે, કોરોનાનો આ ખતરો કેટલો સમય ચાલશે તે અંગે નિષ્ણાતોના અલગ અલગ મંતવ્યો છે. હાલમાં તેનો સચોટ અંદાજ લગાવવો મુશ્કેલ છે.
અસર 4 અઠવાડિયા સુધી ટકી શકે છે
કેટલાક નિષ્ણાતો કહી રહ્યા છે કે તેની અસર 4 અઠવાડિયા સુધી ટકી શકે છે. આ સમય દરમિયાન જે લોકોએ વેક્સિન લીધી છે તે લોકો પણ ચેપગ્રસ્ત થઈ શકે છે કારણ કે રસી ચેપને સંપૂર્ણપણે અટકાવતી નથી, પરંતુ વાયરસ સામે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, જે વાયરસના ઘાતક જોખમને ઘટાડે છે. ભારતમાં અત્યાર સુધી નોંધાયેલા મોટાભાગના કોરોના કેસ ઓમિક્રોન JN.1 વેરિઅન્ટ સાથે સંબંધિત છે.
નિષ્ણાતોના મતે, ભારતીય રસીમાં ઓમિક્રોન વેરિઅન્ટ સામે લડવાની ક્ષમતા છે. કોરોના વાયરસના ઘણા સબ વેરિઅન્ટ હાલમાં એક્ટિવ છે. તેથી વેરિઅન્ટ અનુસાર કોઈ અલગ રસી નથી. વાયરસ સમયાંતરે મ્યૂટેટ થઇને વેરિઅન્ટ બદલે છે. આવી સ્થિતિમાં, હાલમાં અલગ અલગ રસી બનાવવાનું શક્ય નથી. કોરોનાના કોઈપણ લહેરમાં કેટલો ભય રહેશે તેનો અંદાજ વાયરસના વેરિઅન્ટ પરથી લગાવવામાં આવે છે.
ઓમિક્રોનનો એક પ્રકાર છે
હાલમાં JN.1 વેરિઅન્ટ જે સૌથી વધુ એક્ટિવ છે તે ઓમિક્રોનનો એક સ્ટ્રેન છે, જે ઓગસ્ટ 2023માં પ્રથમ વખત નોંધાયો હતો. તેમાં લગભગ 30 મ્યૂટેશન્સ છે જે રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે. આ વાયરસ વધુ ઝડપથી ફેલાય છે પરંતુ તે ખૂબ ગંભીર નથી. તે વિશ્વના ઘણા ભાગોમાં સૌથી સામાન્ય પ્રકાર છે. તેથી, નિષ્ણાતોની સલાહ છે કે કોરોનાથી ડરવાની જરૂર નથી, ફક્ત સાવધાન રહો.
JN.1 એ ઓમિક્રોનના BA2.86 નો એક સ્ટ્રેન છે. તે પહેલી વાર ઓગસ્ટ 2023માં જોવા મળ્યું હતું. ડિસેમ્બર 2023માં WHO એ તેને 'વેરિઅન્ટ ઓફ ઇન્ટરેસ્ટ' જાહેર કર્યો હતો. તેમાં લગભગ મ્યૂટેશન્સ છે , જે રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે. અમેરિકામા જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી અનુસાર, JN.1 અન્ય વેરિઅન્ટ કરતાં વધુ સરળતાથી ફેલાય છે પરંતુ તે ખૂબ ગંભીર નથી. તે વિશ્વના ઘણા ભાગોમાં સૌથી સામાન્ય પ્રકાર છે.
JN.1 પ્રકારના લક્ષણો થોડા દિવસોથી અઠવાડિયા સુધી ટકી શકે છે. જો તમારા લક્ષણો લાંબા સમય સુધી ચાલુ રહે છે, તો તમને લોંગ કોવિડ હોઈ શકે છે. આ એક એવી સ્થિતિ છે જેમાં COVID-19 ના કેટલાક લક્ષણો સ્વસ્થ થયા પછી પણ ચાલુ રહે છે.