Omicron varaint:નિષ્ણાતો કહે છે કે, ઓમિક્રોનના લક્ષણો ગંભીર નથી પરંતુ તેને હળવાશથી ન લેવા જોઈએ. આ વેરિઅન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે. ભારત જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશમાં તેનો ફેલાવો  ખતરનાક બની શકે છે. ઓમિક્રોન વધુ સંક્રામક હોવાથી  તો તે એવા લોકોને બીમાર કરી શકે છે જેઓ ક્રોનિક રોગોથી પીડિત છે.


નવી દિલ્લીના એમ્સના મેડિસિન વિભાગના ડૉ. નીરજ નિશ્ચલે  જણાવ્યું કે, ભલે ઓમિક્રોનના લક્ષણો ગંભીર ન હોય, પરંતુ તેને હળવાશથી ન લેવો જોઈએ. આ વેરિઅન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે. ભારત જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશમાં તેનો ફેલાવો  ખતરનાક બની શકે છે. તે એવા લોકોને સરળતાથી ઝપેટમાં લઇ શકે છે. જે પહેલાથી બીમારીથી પીડિત છે.  આવી સ્થિતિમાં જો એક ટકા લોકોને પણ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે તો  પણ મુશ્કેલી વધી શકે છે, એટલા માટે લોકોએ માત્ર પોતાના વિશે જ વિચારવાને બદલે અન્ય બાબતો તરફ ધ્યાન આપવું પડશે. એ સમજવું પડશે કે કોરોના એક મોટી મહામારી છે. જ્યારે તે હાજર હોય ત્યારે તેની સામે રક્ષણના નિયમોનું પણ પાલન કરવું પડે છે. બેદરકારી આપણને કોઈ મોટા જોખમ તરફ દોરી શકે છે.


વેક્સિનનો મહત્વનો રોલ


ડૉ.નીરજ કહે છે કે, જ્યારે ડેલ્ટા વેરિઅન્ટ આવ્યો હતો. તે દરમિયાન મોટાભાગના લોકોને રસી આપવામાં આવી ન હતી. પરંતુ ઓમિક્રોન સમયે હવે મોટાભાગના લોકો વેક્સિનેટ છે. તેમ છતાં પણ  ઘણા દેશોમાં જ્યાં ઓમિક્રોનનું સંક્રમણ વધી રહ્યું છે ત્યાં કેસ  વધી રહ્યા છે. ત્યાં  મૃત્યુ પણ થઇ રહ્યાં છે. આ જ કારણ છે કે ઓમિક્રોનને હળવાશથી ન લેવો જોઇએ.


વેક્સિન જરૂર લો


ડો. કહે છે કે,  જેમણે રસી લીધી નથી.તેઓ ઝડપથી  સંક્રમતિ થઇ  શકે છે.તેથી, શક્ય તેટલી વહેલી તકે વેક્સિન લેવી હિતાવહ છે.  રસી લેવાથી કોઈ નુકસાન નથી,  પરંતુ તે આપણા શરીરને ઇન્ફેકશનથી બચાવે ચોક્કસ છે. વેક્સિનેટ લોકો સંક્રમિત થાય તો પણ  હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતા ઘણી ઓછી રહે છે.