યુએસ સર્જન જનરલ વિવેક મૂર્તિએ ફોક્સ ન્યૂઝને જણાવ્યું હતું કે, નવો વેરિઅન્ટ કોરોના ચેપના નવા કેસોને વેગ આપી શકે છે, પરંતુ અમેરિકા તેની સામે લડવા માટે પુરી રીતે તૈયાર છે.
દેશ અને દુનિયામાં કોરોના વાયરસનો કહેર હજુ સમાપ્ત થયો નથી. યુએસના ચેપી રોગ નિષ્ણાત એન્થોની ફૌસીના જણાવ્યા અનુસાર, કોવિડ-19 રોગચાળો હજી સમાપ્ત થયો નથી અને ટૂંક સમયમાં જ ઓમિક્રોનનું નવું સ્વરૂપ વિનાશ સર્જી શકે છે. CNBC અનુસાર, ફૌસીએ કહ્યું કે યુએસમાં લગભગ 25 કે 30 ટકા નવા ચેપ ba.2 સબવેરિયન્ટને કારણે છે અને ટૂંક સમયમાં આ વેરિયન્ટ સંક્રમણનું મુખ્ય કારણ બની શકે છે.
ફૌસીએ કહ્યું કે, તેઓ કેસોમાં વધારાની શક્યતાને નકારી ન શકાય, ઓમિક્રોન કરતાં ba.2 સબવેરિયન્ટ લગભગ 50 થી 60 ટકા વધુ ચેપી છે, પરંતુ તે દર્દીને વધુ ગંભીર રીતે બીમાર કરે તેવી શક્યતા ઓછી છે
અનેક વિસ્તારમાં વધ્યું સંક્રમણ
"જ્યારે આપ સંક્રમણના કેસોને જુઓ છો, ત્યારે તેઓ વધુ ગંભીર નથી હોતો તે રાહતના સમાચાર છે. જો કે આ વેરિયન્ટનું સંક્રમણ વેક્સિનેટ લોકોમાં પણ જોવા મળી રહ્યું છે. તેમણે કહ્યું. આ વેરિયન્ટે રે પહેલેથી જ ચીન અને યુકે સહિત યુરોપના ઘણા ભાગોમાં ચેપના કેસોમાં વધારો કર્યો છે. આરોગ્ય અધિકારીઓ ભારપૂર્વક કહી રહ્યા છે કે કોરોનાવાયરસની રસી અને બૂસ્ટર ડોઝ દર્દીને વધુ ગંભીર સ્થિતિમાં દોરી જતાં રોકે છે.
અમેરિકાના હેલ્થ એક્સ્પર્ટે શું આપે ચેતાવણી
અન્ય યુએસ આરોગ્ય નિષ્ણાતો પણ BA.2 વેરિઅન્ટ વિશે ચેતવણી આપી રહ્યા છે. યુએસ સર્જન જનરલ વિવેક મૂર્તિએ ફોક્સ ન્યૂઝને જણાવ્યું હતું કે, નવો વેરિઅન્ટ કોરોનાના કેસને વેગ આપી શકે છે, પરંતુ યુએસ તેની સાથે સારી રીતે સામનો કરવા માટે બે વર્ષ પહેલાંની સ્થિતિ કરતા આજે વધુ સક્ષમ છે. તેણે કહ્યું કે, આપણે તૈયાર રહેવું પડશે. કોરોના ગયો નથી. અમારું ધ્યાન સજ્જતા પર હોવું જોઈએ અને ગભરાટ પર નહીં.
ફાર્માસ્યુટિકલ કંપની ફાઈઝરના બોર્ડ મેમ્બર અને ભૂતપૂર્વ એફડીએ ચીફ સ્કોટ ગોટલીબ પણ કહે છે કે, નવો વેરિઅન્ટ કેસને ને વેગ આપશે, પરંતુ તેનાથી ચોથી લહેરની શક્યતા ઓછી છે. દરમિયાન, અમેરિકન સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ દ્વારા જારી કરવામાં આવેલા ડેટા અનુસાર, શનિવારે ચેપના 31,200 થી વધુ નવા કેસ નોંધાયા હતા અને 958 લોકોએ કોરોના ચેપને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.