Corona Virus: ઘણા આરોગ્ય નિષ્ણાતો માને છે કે, ડેલમિક્રોન એ નવો પ્રકાર નથી અને તે ડેલ્ટા અને ઓમિક્રોનનું મિશ્રણ છે, તેથી તે વધુ ચેપી અને જીવલેણ હોઈ શકે છે.


જ્યારે પણ લોકોને લાગવા લાગે  કે, કોરોના અમુક હદ સુધી કાબૂમાં આવી ગયો છે,  ત્યારે જ એક નવો વેરિયન્ટ લોકોને ફરીથી ડરાવવાનું શરૂ કરે છે. વિશ્વભરમાં, કોરોનાના નવા , ઓમિક્રોન વેરિએન્ટે ફરી એકવાર સંક્રમણ વધારવાનું શરૂ કર્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં ભારત સહિત ઘણા દેશોમાં કોરોનાના કેસો જોવા મળી રહ્યા છે. ઓમિક્રોનના વધતા ચેપે દેશોની સરકારોની ઊંઘ હરામ કરી દીધી છે. પરંતુ, આ વેરિઅન્ટની સાથે, ડેલમિક્રોન એક નવા ખતરા તરીકે ઉભરી રહી છે. અમેરિકાના ઘણા રાજ્યોમાં ઓમિક્રોન અને ડેલ્ટાના મિશ્ર કેસ નોંધાઈ રહ્યા છે. જેને ડેલ્મીક્રોન નામ અપાયું છે.


શું છે ડેલ્મીક્રોન?


ડેલમિક્રોન કોરોના વાયરસનું કોઈ નવું વેરિઅન્ટ નથી. ઘણા આરોગ્ય નિષ્ણાતો અને વૈજ્ઞાનિકો માને છે કે, ડેલ્ટા અને ઓમિક્રોન બંને વેરિઅન્ટમાં એક વિશેષ ગુણવત્તા છે. ડેલ્ટા વેરિઅન્ટ અત્યંત જોખમી છે અને ઓમિક્રોન અત્યંત ચેપી છે. આ સાથે અમેરિકામાં કરાયેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે ગયા મહિના સુધી અમેરિકામાં 99 ટકા કેસ ડેલ્ટા વેરિઅન્ટના હતા. પરંતુ, ડિસેમ્બર મહિનાની શરૂઆત સાથે, ઓમિક્રોનના કેસોમાં ઘણો વેગ જોવા મળી રહ્યો છે. અમેરિકામાં ઓમિક્રોનના કારણે એક વ્યક્તિનું મોત પણ થયું છે.


ડેલ્મીક્રોનના શું હોય છે લક્ષણો


ઘણા આરોગ્ય નિષ્ણાતો માને છે કે, ડેલમિક્રોન એ નવો પ્રકાર નથી અને તે ડેલ્ટા અને ઓમિક્રોનનું મિશ્રણ છે, તેથી તે વધુ ચેપી અને જીવલેણ હોઈ શકે છે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે વૈજ્ઞાનિકો સતત સંશોધન કરી રહ્યા છે. પરંતુ, ઘણા નિષ્ણાતો માને છે કે ડેલ્મિક્રોનમાં ડેલ્ટા વેરિઅન્ટ જેવી જ લાક્ષણિકતાઓ છે. આ લક્ષણો ખૂબ જ તાવ, ઉધરસ, સ્વાદ અને ગંધ પર ખરાબ અસર, ગંભીર માથાનો દુખાવો, ગળામાં દુખાવો વગેરે જેવા લક્ષણો છે.