કોરોનાના કેસ વધી રહ્યાં છે. આ વાયરસના મોટાભાગના દર્દીઓ ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત થઈ રહ્યા છે. હવે ઓમિક્રોનના લક્ષણોમાં ઘણા ફેરફારો જોવા મળી રહ્યાં છે, જેના વિશે વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત છે. આ લક્ષણો દરેક દર્દીમાં અલગ અલગ રીતે જોવા મળે છે.યુકેના ZOE કોરોના અભ્યાસમાં ઓમિક્રોનના તમામ 20 લક્ષણોની યાદી તૈયારી કરી છે. જે અલગ અલગ ઓમિક્રોના દર્દીમાં જોવા મળ્યાં,. . ઓમિક્રોન પર મોટાભાગના દર્દીઓમાં આ લક્ષણો જોવા મળે છે. ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓમાં 2 થી 5 દિવસ પછી લક્ષણો દેખાય છે.જે વધુમાં વધુ એક સપ્તાહ રહે છે.
ઓમિક્રોનના દર્દીમાં જોવા મળતાં 20 લક્ષણો
- 1.માથાનો દુખાવો
- વહેતું નાક
- થાક
- છીંક આવવી
- ગળામાં ખરાશ દુખાવો
- સતત ઉધરસ
- અવાજ બેસી જવો
- શરદી અથવા ધ્રુજારી
- તાવ
- ચક્કર
- બ્રઇન ફોગ
- સ્મેલ ચેન્જ
- આંખનો દુખાવો
- સ્નાયુમાં તીવ્ર દુખાવો
- ભૂખ ન લાગવતી
- લોસ ઓફ સ્મેલ
- છાતીમાં દુખાવો
- સાંધાનો દુખાવો
- નબળાઈ અનુભવવી
- ત્વચા પર ચકામા
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
Covid Cases in India: દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2 લાખ 58 હજારથી વધુ કેસ નોંધાયા છે. હાલમાં દેશમાં કોરોનાના 16 લાખથી વધુ સક્રિય કેસ છે.સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 2,58,089 નવા કેસ નોંધાયા છે અને 1,51,740 રિકવરી થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 385 લોકોના મોત થયા છે.ભારતમાં કોરોનાના નવા પ્રકાર, ઓમિક્રોન કેસની વાત કરીએ તો ભારતમાં તેના કેસ વધીને 8,209 થઈ ગયા છે. ગઈકાલના આંકડાની સરખામણીએ તેમાં 6.02 ટકાનો વધારો થયો છે