Pfizer On COVID-19: કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કારણે દુનિયાભરમાં ડરનો માહોલ છે. કોરોનાની વેક્સિન બનાવનારી કંપની ફાઇઝરે અંદાજ લગાવ્યો હતો કે કોરોના મહામારી 2024 સુધી ખત્મ નહી થાય. ફાઇઝરે શુક્રવારે કહ્યું કે કોરોના મહામારી 2024 સુધી પીછો નહી છોડે. ફાઇઝરે 2 થી 4 વર્ષની વયના બાળકો માટે રસીની નબળી પ્રતિરક્ષા વિશે પણ ચિંતા વ્યક્ત કરી છે.


ફાઇઝરના મુખ્ય વૈજ્ઞાનિક અધિકારી મિકેલ ડોલસ્ટને રોકાણકારોને એક પ્રેઝન્ટેશન દરમિયાન કહ્યું કે કેટલાક ક્ષેત્રોમાં આગામી એક કે બે વર્ષ સુધી કોરોનાના કેસ નોંધાતા રહેશે. કંપનીનો અંદાજ છે કે 2024 સુધી આ બીમારી ફેલાવવાનો ખતરો રહેશે. જોકે, તેમણે એમ પણ કહ્યું કે સમાજ કેટલી અસરકારક રીતે રસીકરણ કે સારવારના ઉપાયોનો ઉપયોગ કરી શકે છે તે તેના પર નિર્ભર કરે છે. રસીકરણ દર ઓછો રહેવા પર ફેલાવવાનો ખતરો રહે છે.


ફાઇઝરે જર્મનીના બાયોએનટેક એસઇ સાથે પોતાની કોરોના વેક્સિન વિકસીત કરી છે અને આગામી વર્ષ સુધીમાં 31 બિલિયન આવક થવાનો અંદાજ છે. એક રિપોર્ટ અનુસાર કંપની આગામી વર્ષ સુધીમાં ચાર  અબજ ડોઝ બનાવે તેવી યોજના છે. દવા નિર્માતા કંપની ફાઇઝર પાસે Paxlovid નામની એક ટેબલેટ પણ છે જેણે ક્લિનિકલ ટેસ્ટમાં હોસ્પિટલમાં ભરતી હોવા અને જોખમ ધરાવતા દર્દીઓના થતા મોતને લગભગ 90 ટકા ઘટાડી દીધા છે.


ફાઇઝરનું આ અનુમાન ગયા મહિને ઓમિક્રોન વેરિઅન્ટ બહાર આવ્યા બાદ આવ્યું છે. ઓમિક્રોન મૂળ વેરિઅન્ટ કરતા 50 ગણા વધુ ઝડપથી ફેલાય છે. પ્રારંભિક આંકડા પરથી જાણવા મળે છે કે ઓમિક્રોન વેરિઅન્ટથી બચવા માટે વેક્સિનના ત્રણ ડોઝ જરૂરી બની શકે છે.


 


ગુજરાતના આ શહેરમાં થઈ ઓમિક્રોનની એન્ટ્રી,  નવા 2 કેસ નોંધાયા, જાણો વિગતો


 


Omicron Lockdown: ઓમિક્રોનની ચેઇન તોડવા આ દેશમાં લગાવાશે લોકડાઉન ? જાણો વિગત


Year Ender: આ છે આ વર્ષની T20ની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન, વિરાટ-રોહિતને નથી મળ્યું સ્થાન


Gujarat Corona : ગુજરાતની સ્કૂલોમાં વધી રહ્યું છે કોરોના સંક્રમણ, અમદાવાદના 4 વિદ્યાર્થી પોઝિટીવ