Covishield Side Effects: કોવિશિલ્ડ વેક્સિનની આડ અસરો (Covishield Side Effects) વિશેની વાત હજી પૂરી થઈ નથી. કોરોના વેક્સિનની આડઅસરને લઇને ડરામણો રિપોર્ટ બહાર આવ્યો છે. એસ્ટ્રાઝેનેકા(Astrazeneca)ની કોરોના રસી કોવિશિલ્ડમાં એક નવો ખતરનાક બ્લડ ક્લોટિંગ ડિસઓર્ડરનો ખુલાસો થયો છે. એક રિસર્ચમાં તેનો ખુલાસો થયો છે. ઓસ્ટ્રેલિયાની ફ્લિન્ડર્સ યુનિવર્સિટી અને કેટલાક અન્ય ઇન્ટરનેશનલ રિસર્ચરે પોતાના લેટેસ્ટ રિસર્ચમાં તેને લઇને દાવો કર્યો છે.


નોંધનીય છે કે ઓક્સફોર્ડ યુનિવર્સિટીની મદદથી બનેલી બ્રિટિશ-સ્વીડિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાની કોવિડ-19 રસીમાં તાજેતરમાં જ ઈમ્યુન થ્રોમ્બોસાયટોપેનિયા અને થ્રોમ્બોસિસનો ખતરો હોવાનો ખુલાસો થયો હતો. આ ગંભીર બીમારીમાં બ્લડ ક્લોટિંગ થઇ જાય છે. આ ગંભીર રોગમાં લોહી ગંઠાઈ જાય છે. તેની રસીની આડઅસર પર સવાલો ઉઠાવ્યા પછી કંપનીએ વિશ્વભરમાંથી તેની રસી પાછી ખેંચવાનો નિર્ણય લીધો હતો.


કોવિશિલ્ડનો નવો ખતરો શું છે?


એડેનોવાયરસ વેક્ટર-આધારિત ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા રસીને કારણે VITT એક નવી બીમારી તરીકે સામે આવી છે. ઘાતક બ્લડ ઓટોએન્ટીબોડીમાં પ્લેટલેટ ફેક્ટર 4 (PF 4)ને VITT નું કારણ હોવાનું જણાયું છે. 2023 માં અલગ અલગ રિસર્ચમાં કેનેડા, ઉત્તર અમેરિકા, જર્મની અને ઇટાલીના વૈજ્ઞાનિકોએ PF4 એન્ટિબોડીઝ સાથે એક નવી બીમારી મળી આવી હતી જે નેચરલી એડનોવાયરસ એટલે કે સામાન્ય સર્દીના ચેપ પછી કેટલાક કિસ્સાઓમાં ખતરનાક હતું.


નવા રિસર્ચમાં શું કહ્યું છે


નવા રિસર્ચમાં ઑસ્ટ્રેલિયામાં ફ્લિન્ડર્સ યુનિવર્સિટી અને વિશ્વભરના અન્ય નિષ્ણાતોએ શોધી કાઢ્યું કે એડેનોવાયરસ ચેપ સાથે જોડાયેલા વીઆઇટીટી અને ક્લાસિક એડેનોવાયરલ વેક્ટર VITT બંન્નેમાં PF4 એન્ટિબોડી સમાન મોલિક્યુલરમાં છે. ફ્લિન્ડર્સના પ્રોફેસર ટોમ ગોર્ડને કહ્યું કે 'આ ડિસઓર્ડરમાં ખતરનાક એન્ટિબોડીઝ બનાવવાની પદ્ધતિ સમાન છે. અમારા સમાધાન વીઆઇટીટી ઇન્ફેક્શન બાદ લોહી ગંઠાઈ જવાના દુર્લભ કેસોને લાગુ પડે છે.


PF4 એન્ટિબોડીનું મોલિક્યુલર


2022માં એક સંશોધનમાં સંશોધકોની ટીમે PF4 એન્ટિબોડીના મોલિક્યૂલરને શોધવા માટે એક આનુવંશિક ખતરાની ઓળખ કરી હતી. ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઑફ મેડિસિનમાં પબ્લિશ નવા પરિણામોમાં રસીની સલામતીને લઈને મહત્વપૂર્ણ સૂચનો આપવામાં આવ્યા છે. આ રિસર્ચ એસ્ટ્રાઝેનેકાએ ફેબ્રુઆરીમાં બ્રિટિશ હાઈકોર્ટમાં રજૂ કરાયેલા કાયદાકીય દસ્તાવેજમાં તેનો સ્વીકાર કર્યા પછી આ સંશોધન આવ્યું છે.


એવું કહેવામાં આવ્યું છે કે કંપનીની કોવિડ રસી ખૂબ જ દુર્લભ કિસ્સાઓમાં થ્રોમ્બોટિક થ્રોમ્બોસાયટોપેનિક સિન્ડ્રોમ (TTS) નું કારણ બની શકે છે. જેમાં લોહી ગંઠાઇ શકે છે અને પ્લેટલેટ્સની સંખ્યા ઘટી શકે છે. બ્રિટનમાં આના કારણે ઘણા લોકોના મોતનો દાવો પણ કરવામાં આવ્યો છે.


Covaxin ની પણ આડઅસર છે


સાયન્સ જર્નલ સ્પ્રિંગરલિંકમાં પ્રકાશિત એક રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે ભારત બાયોટેકની કોવેક્સિનની પણ આડઅસર છે. બનારસ હિંદુ યુનિવર્સિટી (BHU) માં હાથ ધરવામાં આવેલા સ્ટડીમાં સામેલ લગભગ એક તૃતીયાંશ લોકોમાં શ્વસન ચેપ, લોહી ગંઠાઈ જવા અને ચામડીના રોગો જોવા મળ્યા હતા. સંશોધકોએ શોધી કાઢ્યું છે કે ટીનેજરો કોવેક્સિનથી વધુ જોખમ ધરાવે છે. આમાંની મોટાભાગની કિશોરીઓ અને એલર્જીથી પીડિત લોકો છે.


અભ્યાસ કરનાર શંખ શુભ્રા ચક્રવર્તીએ જણાવ્યું હતું કે આ અભ્યાસ 1,024 લોકો પર કરવામાં આવ્યો હતો. આમાં, આવા લોકોને પસંદ કરવામાં આવ્યા હતા તેમને રસી લીધાને એક વર્ષ થઇ ગયું હતું. જેમાં કિશોરોની સંખ્યા 635 અને પુખ્ત વયના લોકોની સંખ્યા 291 હતી. તેમાંથી, શરદી, ઉધરસ જેવા શ્વસન ચેપને લગતી સમસ્યાઓ 304 એટલે કે 47.9 ટકા કિશોરો અને 124 એટલે કે 42.6 ટકા પુખ્ત વયના લોકોમાં જોવા મળી હતી. કિશોરોમાં ચામડીના રોગો જોવા મળ્યા હતા અને 4.6 ટકા છોકરીઓમાં પીરિયડ્સની સમસ્યા જોવા મળી હતી.


Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનાને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.